GSTV
Gandhinagar Trending ગુજરાત

ઓનલાઇન શિક્ષણ મુદ્દે શાળા સંચાલકો અને સરકાર આમને સામને, ખાનગી શિક્ષકોની હાલત બની કફોડી

ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ અને ફી મુદ્દે ઠરાવ જાહેર કરાયા બાદ શાળા સંચાલકો અને સરકાર આમને સામને આવી ગયા છે. શાળા સંચાલકોએ ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ નહીં એ મુજબ શિક્ષણ બંધ કરી દીધું છે. શાળા સંચાલકોની આ મનમાની સામે એક તરફ જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. તો બીજી તરફ ઓનલાઇન શિક્ષણ બંધ થતાં ખાનગી શિક્ષકોની મુશ્કેલી પણ વધી છે. ત્યારે રાજ્યના ચારેય મહાનગરોમાં વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોનો શું મત છે આવો જોઇએ.

  • ઓનલાઇન શિક્ષણ મુદ્દે શાળા સંચાલકો અને સરકાર આમને સામને !
  • શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓ-વિદ્યાર્થીઓમાં રોષ
  • ઓનલાઇન શિક્ષણ બંધ થવાથી શિક્ષકોની હાલત કફોડી !

સરકારે શાળાઓને કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો કડક આદેશ આપ્યા બાદ તમામ શાળા સંચાલક મંડળો એક થયા છે. પરંતુ શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરતા અમદાવાદના વાલીઓમાં રોષ જોવા મળ્યો. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જતા શિક્ષકોની મુશ્કેલી વધી છે. શિક્ષકોનું કહેવું છે કે જો પગાર બંધ થશે તો અમારે ઘર કેવી રીતે ચલાવવું.

સુરતના વાલી મંડળે પણ સરકારના ઠરાવ અને હાઇકોર્ટના નિર્ણયને વધાવ્યો. જો કે સરકારના આ નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નારાજગી દર્શાવી પરિપત્ર રદ્દ કરવાની માંગ કરી. આ તરફ રાજકોટના વાલીઓએ પણ શાળા સંચાલકો શિક્ષણ બંધ કરી બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા હોવાનો આક્ષેપ કર્યો. એક તરફ શાળા સંચાલકો ફી વગર શિક્ષણ ન આપવા છે. તો બીજી તરફ વાલીઓ પણ ફી ભરી શકે તેમ નથી પરંતુ આ બધા વચ્ચે બાળકોનું ભાવિ અદ્ધર બન્યું છે.

READ ALSO

Related posts

બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત

Damini Patel

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel
GSTV