યુવતીઓમાટે દર વર્ષે લૉન્ચ થતા ઇન્ટર્નશિપ અને ટ્રેનિંગ પ્રોગ્રામ, ઇન્ટર્નશાલા તરફથી વર્ષ 2021 માટે ઇન્ટર્નશાલા કરિયર સ્કોલરશિપ ફૉર ગર્લ્સ (આઇસીએસજી-2021)નું એલાન કરી દેવામાં આવ્યું છે. દર વર્ષે આવતા આ કાર્યક્રમમાં છોકરીઓને 25,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળે છે. આ સ્કોલરશિપ તેને શિક્ષણ, ખેલ-કૂદ, કળા અથવા કોઇ અન્ય ક્ષેત્રમાં કરિયર બનાવવાના હેતુથી આપવામાં આવે છે. આ સ્કોલરશિપ દ્વારા મુશ્કેલ સ્થિતિ બાદ પણ કરિયર બનાવનાર કોઇ છોકરીને તેની ઓળખ અપાવવાનો હેતુ છે. 25,000ની આ રકમથી તે પોતાની પસંદગીના ક્ષેત્રમાં પોતાના સપનાઓ સાકાર કરી શકે છે.
17થી 23 વર્ષની યુવતીઓમાટે આ સ્કોલરશિપ દ્વારા કોઇ છોકરીને તેણે પસંદ કરેલી ફિલ્ડમાં ઇન્ટર્નશિપ કરવા અથવા તો કોઇ પ્રોજેક્ટ માટે પુરસ્કાર આપવામાં આવે છે. તેને ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પૈસા આપવામાં આવે છે. સાથે જ તે પોતાના માટે ખાસ ઉપકરણ પણ ખરીદી શકે છે. આ સ્કોલરશિપ 17થી 23 વર્ષની ઉંમરની યુવતીઓ માટે છે અને ફક્ત ભારતીય યુવતીઓ માટે છે.


કેવી રીતે થશે સિલેક્શન
31 ડિસેમ્બર 2020 સુધી આ ઉંમરમાં જે પણ યુવતીઓ હોય, તે આ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે યોગ્ય છે.
15 જાન્યુઆરી 2021 સુધી સ્કોરશિપ માટે અપ્લાય કરી શકાશે.
સ્કોલરશિપ માટે અપ્લાય કરવા માટે વિદ્યાર્થીનીએ એક ફોર્મ ભરવાનું છે.
આ ફોર્મમાં તેણે પોતાના કરિયરના લક્ષ્યો જણાવવાના છે.

વિદ્યાર્થીનીનું સિલેક્શન તેની ઉપલબ્ધિઓ, હેતુ અને જરૂરિયાતના આધારે કરવામાં આવશે.
એપ્લીકેશનની પ્રક્રિયા ત્રણ ચરણોમાં થશે અને ફોર્મ ઑનલાઇન જ જમા થશે.
વિદ્યાર્થીઓનુ એક ટેલિફોનિક ઇન્ટરવ્યુ થશે. આ ઇન્ટરવ્યુ પહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રૂફ માગવામાં આવશે.
ઇન્ટરવ્યુ બાદ રેફરી તેને ચેક કરશે અને રેફરીની તપાસ માટે તેને પણ કોલ કરવામાં આવશે.
તે બાદ જ અંતિમ વિજેતાનું એલાન કરવામાં આવશે.

આ લિંક પર કરો ક્લિક
સ્કોલરશિપ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો અને વધુ જાણકારી મેળવી શકો છો.
નિર્ભયાથી મળી છે પ્રેરણા
આ સ્કોલરશિપની પ્રેરણા નિર્ભયા છે જે 16 ડિસેમ્બરે થયેલી ઘટનાની પીડિતા હતી. 29 ડિસેમ્બર 2021ના રોજ તેનું મોત નિપજ્યુ. આ સ્કોલરશિપ પાછલા વર્ષે શરૂ કરવામાં આવી હતી. આ સ્કોલરશિપ દ્વારા ઘણી યુવતીઓને મદદ કરવામાં આવી છે. વર્ષ 2020માં આ સ્કોલરશિપ શોહિની બાસુ નામની યુવતીએ જીતી હતી. શોહિની બાસૂ કમ્પ્યૂટર સાયંસની વિદ્યાર્થીની છે અને કલકત્તાના કેમિલિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કરી રહી છે. શોહિનીની ઉંમર 10 વર્ષની હતી જ્યારે તેની માતાનું નિધન થઇ ગયું હતુ. તે બાદ તેણે નાની ઉંમરમાં ઘરની જવાબદારી ઉઠાવવી પડી. જેની પરેશાનીઓ ત્યારે વધી ગઇ જ્યારે તેના પરિવારે એક છેતરપિંડીમાં 17 લાખ રૂપિયા ગુમાવ્યા. તે બાદ વર્ષ 2019માં તેના પિતાનું પણ નિધન થઇ ગયુ. તે દરેક મુશ્કેલી સામે લડતી રહી. તમામ મુશ્કેલીઓ બાદ પણ તેણે કમ્પ્યૂટર સાયંસ ડિપ્લોમામાં 82 ટકા હાસેલ કર્યા. શોહિનીએ સ્કોલરશિપમાંથી મળેલા પૈસાથી ચોથા સેમેસ્ટર માટે કોલેજની ફી ભરી. તે આર્થિક રૂપે સ્વતંત્ર બનવા માગે છે અને તેનું સપનુ પ્રોફેસર બનવાનું છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ