GSTV
Business Trending

આ સરકારી સ્કીમમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, ટેક્સ છૂટનો પણ મળશે ફાયદો

સ્કીમ

જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં કરી શકો છો. આ સ્કીમ્સમાં તમને સારું રિટર્ન મળે છે. સાથે જ એમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત પણ રહે છે. જો બેન્ક ડિફોલ્ટ થાય છે, તો તમને 5 લાખ રૂપિયાની રકમ પરત મળી જશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. એ ઉપરાંત પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સમાં ખુબ ઓછી રકમથી રોકાણ શરુ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં સુકન્યા સમૃદ્ધિ યોજના સામેલ છે. આઓ આ સ્કીમ અંગે ડીટેલમાં જાણીએ છે.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં વાર્ષિક 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ થશે. આ નાની બચત યોજનામાં વ્યાજ ચક્રવૃદ્ધિ અને વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે.

પોસ્ટ

રોકાણની રકમ

આ સરકારી યોજનામાં, વ્યક્તિએ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી, તમારે 50 રૂપિયાના ગુણાંકમાં જમા કરાવવું પડશે. ડિપોઝીટ એક સામટી રકમમાં કરવાની રહેશે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

કોણ ખોલાવી શકે છે ખાતું ?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, વાલી 10 વર્ષથી ઓછી ઉંમરના નામ પર ખાતું ખોલાવી શકે છે. આ નાની બચત યોજનામાં, ભારતની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં બાળકીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખોલાવી શકાય છે. જો જોડિયા અથવા ત્રણ બાળક હોય તો, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.

રોકાણ

ટેક્સ છૂટ

આ સરકારી યોજનામાં જમા થયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે.

પરિપક્વતા

પોસ્ટ ઓફિસની આ યોજનામાં, ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ થશે. આ સિવાય છોકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય પછી લગ્ન સમયે પણ તેને બંધ કરી શકાય છે. તે લગ્નની તારીખના એક મહિના પહેલા અથવા ત્રણ મહિના પહેલા કરવાનું હોય છે.

Read Also

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV