પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવુ એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સરકાર દ્વારા સંચાલિત પોસ્ટમાં કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને આપ પોતાની મહેનતની કમાણીને ડબલ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કિમ અંતર્ગત સરકાર જમા રાશિને ડબલ કરવાની ગેરેન્ટી આપે છે.
જો તમે પણ લોંગ ટર્મમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો, આ સ્કિમમાં રોકાણ કરી શકો છો. હકીકતમાં આ સ્કીમ અંતર્ગત હાલના સમયમાં 124 મહિનામાં પૈસા ડબલ કરવાની ગેરેન્ટી આપવામાં આવે છે.

સરકાર 2021ની 30 સપ્ટેમ્બર સુધઈ તેનો વ્યાજ દર 6.9 ટકા નક્કી કર્યો છે. પૈસા કેટલા સમયમાં ડબલ થશે, તે વ્યાજ પર નિર્ભર કરે છે. હાલમાં 6.9 ટકા વ્યાજદર હોવાના કારણે ગ્રાહોકને લગભગ 10 વર્ષમાં પૈસા ડબલ કરવાની ગેરેન્ટી આપવામાં આવે છે.
આ સ્કીમમાં રોકાણ કરવાની શરતો
આ સ્કીમમાં 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 અને 50,000 રૂપિયા સુધીનું સર્ટિફિકેટ આપે છે. તો વળી વધુમાં વધુ રૂપિયા જમા કરાવાની લિમિટ નથી. સિંગલ અકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ અકાઉન્ટમાં આ સુવિધા મળે છે. રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તથા રોકાણ કરનારા ભારતીય નાગરિક હોવા જોઈએ.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત