વડોદરામાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ: માત્ર કાગળ પર ખેત તલાવડી

વડોદરા જિલ્લામાં ખેત તલાવડીમાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે એસીબીએ ત્રણ અધિકારીની ધરપકડ કરી છે. 4 અધિકારીઓ અને 2 ગેંગ લીડર સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. વડોદરાની જમીન વિકાસ નિગમ ઓફિસના મદદનીશ નિયામક કે.જે.ઉપાધ્યાય, મદદનીશ નિયામક એન.એચ.પટેલ, ફિલ્ડ સુપરવાઈઝર કે.જે.શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી.રાઠવા તથા ગેંગ લીડર છોટુ રાઠવા અને જેઠારામ સામે ગુનો નોંધાયો છે. સોખાડામાં સર્વે નંબર-9 અને બરકાલમાં સર્વે નંબર-4 પર ખેત તલાવડી બનાવી હોવાનું જણાવીને 1 લાખ 64 હજાર રૂપિયાનું કૌભાંડ આચર્યું. કાગળ પર ખેત તલાવડી દર્શાવીને કૌભાંડ કર્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter