સુરતમાં ઓપરેશન જીએસટી હેઠળ ઇકો શેલ દ્વારા 25 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં 650 જેટલી બોગસ પેઢીઓ બહાર આવી હતી. જેમાં 25 હજારથી 30 હજાર કરોડના બોગસ બીલિંગનું કૌભાંડ સામે આવ્યું હતું.

તપાસમાં કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દમણ ખાતેથી બોગસ પેઢીઓ ઓપરેટ કરવામાં આવતી હતી. બોગસ બીલિંગ કૌભાંડ માત્ર ગુજરાત નહિ આંતરરાજ્ય રેકેટ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતના અલગ અલગ શહેરોમાં નાણાકીય વ્યવહારો થયા. આંગડિયા પેઢીઓ સહિત રૂપિયા મેળવનાર લોકોની તપાસ હાથ ધરાઈ છે. અગાઉ ઇકો શેલ દ્વારા દરોડા પાડી 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
READ ALSO
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર