GSTV

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Last Updated on September 25, 2020 by

સંરક્ષણ એન્જિન સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એએનવી (ડ્રોન)ના ઉત્પાદન માટે એન્જિન 24 લાખમાં ખરીદ કર્યું હતું. તે જ એન્જિન વિદેશી કંપની દ્વારા એરફોર્સને રૂ.87 લાખમાં વેચાયું. વિચાર કરો લશ્કરમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે આ એક ઘટનાથી સ્પષ્ટ થયું છે. સ્વતંત્ર તપાસ સંસ્થા સીએજીએ આ શોધી કાઢીને સંસદને જાણ કરીને ગોટાળાની તરત જ તપાસ કરવા ભાજપની સરકારને કહ્યું છે. એન્જીન એવા ખરાબ નિકળ્યા કે, યુએવી અકસ્માત પણ થયા હતા. ઇઝરાઇલની કંપનીએ પ્રમાણપત્ર વિના એન્જિનો પૂરા પાડ્યા હતા. 4 ગણો ભાવ ડ્રોન એન્જીનનો ચૂકવી દેવાયો છે.

કેગના અહેવાલ મુજબ માર્ચ 2010 માં એરફોર્સે મેસર્સ ઇઝરાઇલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી યુએવી માટે પાંચ 914 ઇ રોટાક્સ એન્જિન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એન્જિન દીઠ ખરીદી 87.45 લાખ રૂપિયામાં થઈ હતી. આમ કંપનીએ એરફોર્સને પાંચ એન્જિન પૂરા પાડ્યા. સીએજીએ તેના ઓડિટમાં શોધી કાઢ્યું હતું કે ડીઆરડીઓની લેબોરેટરી એરોનોટીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઇ) એપ્રિલ 2012 માં બે વર્ષ પછી એન્જિન દીઠ રૂ. 24.30 લાખના ભાવે સમાન એન્જિનો ખરીદ્યા હતા. ઓડિટ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં યુએવીના ઉપરોક્ત એન્જિનની કિંમત 21-25 લાખની વચ્ચે છે. એરફોર્સે આ એન્જિનો 4 ગણો ભાવ આપ્યો હતો. જેના કારણે સરકારને 3.16 કરોડનું નુકસાન થયું હતું.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!