GSTV

અનાજનું કાળા બજાર કૌભાંડ/ 16 હજાર કિલોનો ઝડપાયો જથ્થો, સસ્તા અનાજની દુકાનના બદલે નરોડા જીઆઇડીસીમાં વેચવા જતા પકડાયા

કોરાના વાયરસની મહામારીમાં લોક ડાઉન બાદ ધંધા રોજગાર પડી ભાંડયા હતા જેથી ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે કથડી છે કે ખાવાના પણ ફાફા છે. ગરીબોને અન્ન મળી રહે તે માટે સરકાર સસ્તા અનાજની દુકાનથી અનાજ પુરુ પાડે છે, જેના કારણે ગરીબોને બે ટંક ખાવાનું મળી રહે, તેવા સંજાગોમાં કાળા બજારીઓ ગરીબોનો કોળીયો છીનવી રહ્યા છે. નરોડાથી ગરીબો માટેના અનાજનું કાળા બજાર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ૧૬,૦૦૦ કિલો ઘઉ અને ચોખા ગિરધરનગરમાં સસ્તા અનાજની દુકાને પહોચાડવાના બદલે નરોડા જીઆઇડીસીમાં વેપારીને વેચવા આવ્યા હતા.

 સસ્તા અનાજનો ૧૬,૦૦૦  કિલો અનાજનો જથ્થો ઝડપાયો

અધિક પોલીસ કમિશનર સેકટર-૨, ગૌતમ પરમારના જણાવ્યા મુજબ ગઇકાલે રાતે ચોકકસ બાતમી  આધારે નરોડા જીઆઇડી ખાતે ફેઝ-૩માં આવેલા અને કોતરપુર  વોટર વર્કસ, નોબલનગર પાસે સ્વીમન પાર્કમાં રહેતા મહેશભાઇ હરગોવનદાસ નાથાણીના ગોડાઉનમાંથી ઘ ઉ અને ચોખાનો ૧૬,૦૦૦  કિલો જથ્થો પકડી પાડયો હતો, પોલીસે ઘટના સ્થળેથી મેઘાણીનગર,  રામેશ્વર, કુભાની ચાલીમાં રહેતા ટ્રક ડ્રાઇવર સુખબીર તોમર અને હરિદર્શન ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ પાર્ક ખાતે રહેતા મહેશભાઇ માંગીલાલ તેલીને ઝડપી પાડયા હતા અને રાણીપમાં રહેતા પરસોત્તમભાઇ દશરથભાઇ તિવારી તથા ગીતાબહેન અશ્વિનકુમાર ચુનારા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે અને ઘઉ -ચોખા સહિત  કુલ ૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જથ્થો એક જ દુકાનદારને  કવી રીતે ફાળવ્યો

પોલીસ તપાસમાં  આ સરકારી અનાજનો જથ્થો શાહીબાગ ઘોડા કેમ્પ ખાતેથી ભરવામાં આવ્યો હતો અને ગેટ પાસ મ મુજબ આ  ૧૨,૦૦૦ કિલો ઘઉ અને  ૪,૦૦૦ કિલો ચોખા ગિરધનગર ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવતા ગીતાબહેન અશ્વિનકુમાર ચુનારાના ત્યાં ઉતારવાનો હતો પરંતું આ જથ્થો કાળા બજારમાં બારોબાર નરોડા જીઆઇડીસી ખાતે વેપારીને વેચવા માટે આવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોેધીને લાલ દરવાજા ખાતે આવેલી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી ખાતે જાણ કરીને પુરાવા ેએકઠા કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એછે ક ેમધરાતે મતબરની રકમનો  ૧૬,૦૦૦ કિલો અનાજનો જથ્થો પ્રાઇવેટ વાહનમાં કેમ ભરવામાં આવ્યો હતો.

પુરવઠાના અધિકારીઓની સંડોવણીની આશંકા

વ્યાજબી ભાવના અનાજનો ૧૬,૦૦૦ કિલો ઘઉ-ચોખાના જથ્થો ગિરધરનગરના એક દુકાનદારને કેવી રીતે ફાળવવામાં આવ્યો હતો, નિયમ મુજબ તેમની પાસે જેટલા ગ્રાહકો હોય તે પ્રમાણે અનાજનો જથ્થો પુરો પાડવામાં આવતો હોય છે, બીજી બાબત એ છ ેશાહીબાગ  ઘ ોડા  કેમ્પ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં આમ તો રાબેતા મુજબ કચેરીના સમયગાળામાં વિવિધ દુકાનદારને મળવા પાત્ર અનાજનો   જથ્થો ભરીને આપવામાં આવતો હોય છે, તો આ અનાજન ોજથ્થો મધરાતે કોના કહેવાથી ભરવામાં આવ્યો હતો.

અનાજના કાળા બજારા કૌભાંડમાં અન્ન અને નાગરિક

બીજીતરફ અનાજના કાળા બજાર કૌભાડમાં સસ્તા અનાજના દુકાનદાર અને કૌભાડીઓ ઉપરાંત જવાબદાર અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓની સંડોવણી હોવાની પોલીસ શંકા સેવી રહી છે. ં સીસીટીવી ફૂટેજ આધારે  શાહીબાગ ઘોડા ક્ેમ્પ ખાતેના સરકારી ગોડાઉનમાંથી ઘઉ અને ચોખાનો જથ્થો પ્રાઇવેટ વાહનમાં ભરવામા ંઆવ્યો તે સમયે કોણ કોણ હાજર હતુ તે સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!