GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગ્યે સંભળાવશે ચુકાદો

અયોધ્યા વિવાદ મામલે શનિવારે સુપ્રિમ કોર્ટ નિર્ણય શંભળાવશે. જણાવી દઈએ કે અયોધ્યાના ચુકાદાને ધ્યાનમા રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોની સરકારને સુચના આપી છે કે તેઓ સતર્ક રહે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીઓના નામ ન આપવાની શરતે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક સામાન્ય સલાહ આપવામાં આવી છે.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ચુકાદાને લઇને સમગ્ર અયોધ્યા નગરી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે. સરકાર દ્વારા દિવસે ને દિવસે અયોધ્યાની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અયોધ્યાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થતાં જ શ્રીરામલલ્લા માર્ગની ગલીઓમાં બેરીકેડ લગાવી રસ્તાઓને રોકવામાં આવ્યા છે. સાથે જ અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર પણ બેરીકેડ લગાવી સુરક્ષા વધુ ચુસ્ત કરવામાં આવી છે.

પોલીસના જવાનો આવતા-જતા તમામ લોકોનું ઝીણવટપૂર્વકનું ચેકીંગ કરી રહ્યા છે. અયોધ્યામાં કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાનનો મહિમાં હોવાથી હાલ હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઠ અને મંદિરોમાં રોકાયેલા છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ દિશા-નિર્દેશ જાહેર કરાયા છે.અધિકારીએ જણાવ્યું રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પર્યાપ્ત માત્રામાં સુરક્ષાજવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. ક્યાય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અયોધ્યા મામલે ચુકાદાની તારીખ નજીક આવતા જ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવાની વચ્ચે આરએસએસે પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવે તે સમયે સંઘે દેશભરમાં પોતાના ટોચના સ્વયંસેવકો તૈનાત કરશે જે લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરશે. એવું મનાઇ રહ્યું છે કે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અથવા તો સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી દેશને સંબોધિત પણ કરી શકે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંઘ અયોધ્યા મુદ્દે આવનારા ચુકાદાને લઇને પોતાના મીડિયા અને લોકો સુધી પહોંચવાની રણનીતિને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. સંઘના એક વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા મુજબ મીડિયાને સંબોધિત મોહન ભાગવત કરશે કે પછી ભૈયાજી જોશી એ સુપ્રીમના નિર્ણય પર નિર્ભર કરશે. સુપ્રીમ દ્વારા જે પણ નિર્ણય આવે તેનું સ્વાગત કરવાની સાથે જ સંઘના નેતા સમાજના તમામ વર્ગોને શાંતિ અને સદ્દભાવ બનાવી રાખવાની અપીલ કરશે.

READ ALSO

Related posts

મેઘ મહેર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ,મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો

pratik shah

કેસોમાં ઘટાડાની આંકડાઓની માયાજાળ: જીવલેણ વાયરસનો કહેર શહેરમાં વધ્યો, અમદાવાદીઓમાં ફેલાયો ફફડાટ

pratik shah

પોલીસની હત્યા પહેલા દુબેએ પત્નીને કરી હતી બધી વાત, પોલીસ-દુબેની સાંઠગાંઠનો પત્ર લીક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!