GSTV

આ રાજ્યનું એરપોર્ટ અદાણીને સોંપાયુ, રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યો નિર્ણય

તિરૂવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2019માં અદાણી એન્ટરપ્રાઇઝ 50 વર્ષ સુધી  તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને ઓપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીધી હતી. કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ.

આગામી સપ્તાહમાં થઈ શકે છે આ કેસની સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. કેરળ સરકારે ત્રીજી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાધવામાં આવતા તેમનો પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાથી હાલમાં આ અંગે કોઇ પણ ટિપ્પણી કરી શકાય તેમ નથી.

અદાણીએ આપી હતી આટલા રૂપિયા ચુકવવાની ઓફર

બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ 168 રૂપિયા, રાજ્ય સરકારની માલિકીના કેર સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ 135 રૂપિયા અને જીએમઆર ગુ્રપે 63 રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી. બોલીમાં હારી ગયા પછી મુખ્યપ્રધાન પિનારાયી વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે એરપોર્ટ ખાનગી કંપનીને સોંપવામાં ન આવે.

Read Also

Related posts

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું, એક્સપર્ટસનાં મતે સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan
Do NOT follow this link or you will be banned from the site!