GSTV
Home » News » SC-ST એક્ટ પરના ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

SC-ST એક્ટ પરના ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સમીક્ષા અરજી પર સુનાવણી કરતા 20મી માર્ચના એસસી-એસટી એક્ટ પરના પોતાના ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ કે તેમનો ચુકાદો અયોગ્ય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તેઓ એકસો ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના અધિકારોની સુરક્ષાની તરફેણ કરે છે અને જે લોકો એસસી-એસટી સામેની એટ્રોસિટીમાં દોષિત હોય તેમને સજા થવી જોઈએ.

20મી માર્ચના ચુકાદા સામેની સમીક્ષા અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એસસી-એસટી એક્ટ અંતર્ગત આપોઆપ ધરપકડ પર રોક લગાવતા હુકમને ખોટો ગણાવીને તેના પર સ્ટે લગાવવાની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે સમીક્ષા અરજીને લાર્જર બેન્ચને મોકલવાની વિનંતી પણ કરી છે. આ મામલે 16મી મેના રોજ સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે. એસસી-એસટી એક્ટ પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે કેન્દ્ર સરકાર સિવાય ચાર રાજ્યો દ્વારા પણ સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી છે.

CRICKET.GSTV.IN

એસસી-એસટી એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડ પર રોકની જોગવાઈના આદેશ પર પુનર્વિચારણાની માગણી કરતા કેન્દ્ર સરકારે બીજી એપ્રિલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે લેખિત દસ્તાવેજ અદાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે 20મી માર્ચના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી હતી અને આ મામલે દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં 10 રાજ્યોનું જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું અને 14 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Related posts

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!