GSTV
Auto & Tech Trending

સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર સાથે જોડવાપર જલ્દી નિર્ણય લેવાની જરૂર: સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે શુક્રવારે કહ્યુકે, સોશિયલ મીડિયા પ્રોફાઈલોને આધાર સાથે જોડવાના મુદ્દાઓ ઉપર જલ્દીથી નિર્ણય લેવાની જરૂર છે. ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની પીઠે કહ્યુ, આ સમયે અમને ખબર નથી કે શું અમે આ મુદ્દા પર નિર્ણય લઈ શકીએ છીએ કે સુપ્રિમ કોર્ટ નિર્ણય કરશે.

પીઠે એવું પણ કહ્યુકે, તેઓ આ મામલાનાં ગુણ દોષ પર ધ્યાન નહી આપે અને ફક્ત મદ્રાસ, બોમ્બે અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પેન્ડિંગ આવા મામલાઓને સુપ્રિમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની ફેસબુકની અરજી પર નિર્ણય કરશે.

કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ છેકે, તેમણે આ મામલાને હાઈકોર્ટમાંથી સુપ્રિમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાને લઈને કોઈ આપત્તિ નથી. તામિલનાડુ સરકારે ગુરૂનારે કોર્ટમાં દાવો કર્યો હતોકે, ફેસબુક કંપની અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ ભારતીય કાયદાનું પાલન નથી કરી રહી. જેને કારણે અરાજકતા વધી રહી છે અને ગુનાઓને ઓળખવામાં મુશ્કેલી આવી રહી છે.

READ ALSO

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV