GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રાફેલ ડીલ મુદ્દે સુપ્રિમ કોર્ટનાં નિર્ણયની સામે ફેરવિચાર અરજી પર સુનાવણી પુરી, નિર્ણય સુરક્ષિત

સુપ્રિમ કોર્ટે રાફેલ ડીલ પર 14 ડિસેમ્બર 2018ના રોજ આપેલાં નિર્ણયની સામે ફેરવિચાર અરજીઓ ઉપર શુક્રવારે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. હાલમાં ચૂંટણી પ્રચારમાં પણ રાફેલનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ તેની ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જોકે, ડિસેમ્બરમાં સુપ્રિમકોર્ટે પોતાના નિર્ણયમાં ફ્રેંચ કંપની દસૉ પાસેથી 36 ફુલ્લી લૉડેડ રાફેલ જૅટ્સ ખરીદવાના મામલામાં એનડીએ સરકારને ક્લીન ચીટ આપી હતી. શુક્રવારે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને કહ્યુ હતુકે,રાફેલ ડીલની પ્રાઈસિંગ ઈન્ટર-ગવર્મેન્ટ એગ્રીમેન્ટનાં આર્ટિકલ 10 હેઠળ કવર્ડ છે. અને તેની ચર્ચા જાહેરમાં ન કરી શકાય. તેમણે કહ્યુ હતુકે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. અને દુનિયાની કોઈ પણ કોર્ટ આવા તર્કો ઉપર ડિફેન્સ ડીલની તપાસ નહી કરે.

રાફેલ મામલે પાછલા દિવસોમાં કેન્દ્ર સરકારે સુપ્રિમકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતાં કહ્યુ હતુકે, રાફેલ ડીલ માટે જે પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં પીએમઓ દ્વારા મોનિટર કરવું કે પેરેલલ નેગોશિએશનને દખલ ન કહી શકાય. કેન્દ્ર સરકારે કહ્યુ કે અધુરા અંતરિમ નોટ્સ અને મીડિયા રિપોર્ટના આધાર પર રાફેલ ડીલ મામલાને ફરી ઓપન ન કરી શકાય. સાથે જ કહેવામાં આવ્યુ હતુકે, આ મામલામાં 14 ડિસેમ્બરે જે આદેશ પારિત કરાયો હતો. તે નિર્ણય સાચો હતો. 2 જાન્યુઆરી 2019એ રાફેલ ડીલ મામલે સુપ્રિમ કોર્ટનાં નિર્ણય સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણ તરફથી 14 ડિસેમ્બરનાં નિર્ણયના રિવ્યૂ માટે અરજી દાખલ કરી હતી.

READ ALSO

Related posts

દરરોજ વધારે ડેટાનો ઉપયોગ કરતાં લોકો માટે આ છે Reliance Jioનો બેસ્ટ પ્લાન, જલ્દીથી કરાવી દો રિચાર્જ

Mansi Patel

લદ્દાખમાં 4.5નો આવ્યો ભૂંકપ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની પણ ધરા ધ્રુજી

pratik shah

ભારત સરહદ પર સર્જીકલ સ્ટ્રાઇક પણ કરી શકે છે અને ડિજિટલ સ્ટ્રાઇક પણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!