GSTV
Home » News » 21 રાજકીય પક્ષોની માગને સુપ્રીમે ફગાવી, ભાજપ ઈવીએમમાં ચેડાં કરાવતી હોવાનો મામલો વકરશે

21 રાજકીય પક્ષોની માગને સુપ્રીમે ફગાવી, ભાજપ ઈવીએમમાં ચેડાં કરાવતી હોવાનો મામલો વકરશે

sc rejects vvpat

સુપ્રીમ કોર્ટમાં વીવીપેટ મામલે ફેરવિચાર કરતી અરજી અંગે સુનાવણી કરવા ઇનકાર કર્યો. જેથી વિપક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટે કહ્યુ કે, એક મામલામાં કેટલી વખત સુનાવાણી કરવામાં આવે. જેથી સુપ્રીમ કોર્ટે આ મામલે દખલગીરી કરવાનો પણ ઇનકાર કર્યો.

કોર્ટની સુનવાણી બાદ અભિષેક મનુ સંઘિવીએ જણાવ્યુ હતુ કે, ભાજપ ઈપીએમ મામલે તપાસ દૂર ભાગી રહી છે. અમે એક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ ઈવીએમ અને ઈવીએમની ચીઠ્ઠી તપાસવાની માગ કરી હતી. અનેક વિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટની ઓટો ચેકિંગમાં અનેક ભૂલ સામે આવી છે. જેથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટમાં સુનાવણી દરમ્યાન આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ, ફારૂખ અબ્દુલ્લા. ડી. રાજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ગત મહિને 21 વિપક્ષી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપેટ મામલે ફરી વિચાર કરતી અરજી દાખલ કરી હતી. જે બાદ સુપ્રીમે જણાવ્યુ હતુ કે, દરેક વિધાનસભામાં એકના બદલે પાંચ બૂથના ઈવીએમના મત વીવીપેટ સાથે સરખાવવામાં આવે.

સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, એક મત વિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટથી પ્રામાણીક ચૂંટણી પ્રક્રિયાથી રાજકીય પાર્ટી સાથે ગરીબોને પણ આ પ્રક્રિયાથી સંતોષ મળવો જોઈએ.. જેથી ગરીબના મનમાં પણ ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતાને મજબૂત થઈ શકે. સુપ્રીમ કોર્ટના આ પ્રકારના વલણ વિપક્ષી પાર્ટીએ પુનવિચાર કરતી અરજી સુપ્રીમમાં દાખલ કરી છે. જેને સુપ્રીમે ફગાવી છે.

READ ALSO

Related posts

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah

કોંગ્રેસના કદાવર નેતાએ ફરી પાર્ટીલાઇનનો કર્યો ભંગ, હવે કોંગ્રેસમાં વધી નારાજગી

Nilesh Jethva

અમિત શાહ કેમ આ બિલ માટે છે ચિંતામુક્ત, રાજ્યસભામાં એનડીએ પાસે છે આ નંબરગેમ

Karan
Do NOT follow this link or you will be banned from the site!