GSTV

સુપ્રીમ કોર્ટનો ચુકાદો: મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ નોંધાયેલી ફરિયાદ કોઈ ત્રીજા પક્ષના આગ્રહ પર રદ કરી શકાય નહીં

Last Updated on July 31, 2021 by Pravin Makwana

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, વેક્સિનેશન ડ્રાઈવના મામલે પીએમ વિરુદ્ધ આલોચનાત્મક ટિપ્પણીવાળા પોસ્ટર લગાવવાના મામલે નોંધાયેલી એફઆઈઆર, કોઈ ત્રીજા પક્ષના આગ્રાહ પર રદ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે, આવુ કરવાથી ખોટી ધારણ ઉભી થશે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાની અરજી પાછી લેવાની મંજૂરી આપી દીધી છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યુ હતું કે, તે એ કેસની વિગતો રજૂ કરે, જેમાં વેક્સિનેશન ડ્રાઈવ સંબંધિત મામલામાં પીએમ મોદી વિરુદ્ધ આલોચનાત્મક ટિપ્પણીવાળા પોસ્ટર લગાવવાના કારણે કેસ નોંધાયા હતા, અથવા તો કોઈની ધરપકડ થઈ હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાનીવાલી બેંચે કહ્યુ કે, ત્રીજા પક્ષ તરફથી આ મામલે એફઆઈઆર રદ કરવાની જે દલીલ આપવામાં આવી છે, તે આધાર પર જો કોઈ કેસ રદ કરવામાં આવે તો ખોટી ધારણા ઉભી થશે. અરજીકર્તા વકીલ પ્રદીપ કુમાર યાદવને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડની બેંચે આ વાતની મંજૂરી આપી છે કે તે અરજી પાછી લઈ શકે છે. સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે, જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જો તે પીડિત પક્ષ ફરિયાદ પાછી લેવાની વાત કહે તો હાલના કેસમાં અત્યારે આપેલો ચુકાદો આડો આવશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલ પ્રદીપ યાદવે આ મામલે સંબંધિત કેસની વિગતો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં કેવી રીતે નિર્ણય કરી શકીએ કે તમે આપેલી વિગતો સાચી છે. અમે તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર કેસ રદ કરવાનો આદેશ પસાર કરી શકતા નથી. આ આદેશ અપવાદના કિસ્સામાં થાય છે. ઉદાહરણ તરીકે, જો માતાપિતા તૃતીય પક્ષ તરીકે સંપર્ક કરે છે, તો ઓર્ડર પસાર થાય છે. જો કોઈ ત્રીજા પક્ષના કહેવા પર FIR રદ કરવાનો આદેશ હોય તો ખોટો દાખલો બેસાડવામાં આવશે.

પીએમની રસીકરણ નીતિ પર સવાલ ઉઠાવતા, પોસ્ટર લગાવનારાઓ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે લોકોને ચિંતા વ્યક્ત કરવી એ મૂળભૂત અધિકાર છે અને આવા કિસ્સામાં પોસ્ટર લગાવનારા લોકો સામે નોંધાયેલ કેસ ગેરકાયદેસર છે અને તમામ કેસો રદ કરવા જોઈએ. અને આવા કેસમાં કેસ રજીસ્ટર ન કરવા માટે આગળની સૂચનાઓ ધ્યાનમાં રાખવાનું પણ કહેવાયુ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!