GSTV

દેશના આ Shivlingને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: નહિ કરી શકાય પંચામૃતનો અભિષેક, કારણ ચોંકાવી દેશે

Last Updated on September 2, 2020 by pratik shah

ભારતનાં 12 પવિત્ર જ્યોતિરલિંગ પૈકીનાં ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરના Shivlingને ક્ષારથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, મંદિરના Shivling પર કોઈપણ ભક્ત પંચામૃત ચઢાવી શકશે નહીં. ભક્તોએ શુદ્ધ દૂધથી જ પૂજા કરવાની રહેશે.

Mahakaleshwar Shivling, Ujjain

Shivlingના સંરક્ષણ માટે સુપ્રીમનો આદેશ

કોર્ટે મંદિર કમિટીને કહ્યું છે કે, તે ભક્તો માટે શુદ્ધ દૂધની વ્યવસ્થા કરે અને એ સુનિશ્ચિત કરે કે કોઈપણ અશુદ્ધ દૂધ Shivling પર ન ચડાવે. સુપ્રીમ કોર્ટે મંદિરના Shivlingના સંરક્ષણ માટે આ આદેશ આપ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર મામલામાં આદેશ આપ્યો. આદેશ આપતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, ભગવાન શિવની કૃપાથી આ છેલ્લો ચુકાદો પણ થઈ ગયો.

ભસ્મ આરતી વધુ કાળજી રાખીને કરવામાં આવે: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે શિવલિંગને ક્ષારથી બચવાવા અને સંરક્ષિત કરાવ માટે આ તમામ આદેશ આપ્યા. તે અંતર્ગત કહેવાયું છે કે, કોઈપણ ભક્ત શિવલિંગ પર કોઈપણ પંચામૃત વગેરેનો લેપ ન કરે. ભસ્મ આરતી વધુ કાળજી રાખીને કરવામાં આવે જેથી પીએચ વેલ્યુ યોગ્ય થાય અને શિવલિંગ સુરક્ષિત રહે. તેના માટે શક્ય તેટલી વધારે યોગ્ય રીત અપનાવવામાં આવે. શિવલિંગ પર મુંડમાળનો ભાર ઓછો કરવામાં આવે. એ વાત પર વિચાર કરવામાં આવે કે શું મેટલનું મુંડમાળ ફરજિયાત છે.

પંચામૃતના અભિષેકથી ઘસાઈ રહ્યું છે શિવલિંગ

કોર્ટે કહ્યું કે, દહીં, ઘી અને મધનો લેપ કરવાથી શિવલિંગ ઘસાઈ રહ્યું છે અને ક્ષારયુક્ત થઈ રહ્યું છે. એ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચડાવવામાં આવે. પરંપરાગત પૂજા માત્ર શુદ્ધ વસ્તુઓથી થતી રહી છે. પુજારી તેમજ પંડિત એ વાતને સુનિશ્ચિત કરે કે કોઈપણ ભક્ત શિવલિંગને કોઈપણ સ્થિતિમાં લેપ ન કરે. જો કોઈપણ ભક્ત એવું કરતો જણાશે તો પુજારીની જવાબદારી રહેશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળનું 24 કલાક રેકોર્ડિંગ કરવામાં આવશે અને છ મહિના સુધી રેકોર્ડિંગ સાચવવામાં આવશે. કોઈપણ પુજારી આ મામલે આદેશનું ઉલ્લંઘન કરશે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે.

મંદિરના સ્ટ્ર્કચર અંગે CBRI ને રિપોર્ટ આપવા આદેશ

કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું કે, તે મંદિરના સ્ટ્રક્ચર અંગે પોતાનો રિપોર્ટ આપે. ઉજ્જૈનના એસપી અને કલેક્ટરને કહેવાયું છે કે, તેઓ મંદિરના 500 મીટરના વર્તુળમાંથી દબાણો હટાવે. હકીતમાં કોર્ટે આ મામલામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ કમિટી પાસે સૂચન મંગાવ્યા હતા, કે કઈ રીતે મંદિરના સ્ટ્રક્ચર અને શિવલિંગને ક્ષારથી બચાવી શકાય અને શિવલિંગને સુરક્ષિત રાખી શકાય.

15 ડિસેમ્બર સુધી રિપોર્ટ આપવા એક્સપર્ટ કમિટીને નિર્દેશ

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે, મંદિરની એક્સપર્ટ કમિટીને નિર્દેશ આપવામાં આવે છે કે, તે મંદિર અંગે 15 ડિસેમ્બર, 2020 સુધી રિપોર્ટ રજૂ કરે કે કઈ રીતે મંદિરના શિવલિંગને પ્રોટેક્ટ કરી શકાય છે અને મંદિરના સ્ટ્રક્ચરને સંરક્ષિત કરી શકાય છે. કોર્ટે કમિટીને વાર્ષિક સર્વે રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!