GSTV

ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા SCનો આદેશ, સરકાર કે અન્ય ત્રાહિત પક્ષ દ્વારા તેની પર દબાણ ચલાવી ન લેવાય

Last Updated on September 10, 2021 by Dhruv Brahmbhatt

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ-લક્ષ્મીપુરા ગામમાં ગૌચરની જમીન પર આવેલા શાળા, ધાર્મિકસ્થળ, આંગણવાડી અને સહકારી ડેરી સહિતના દબાણો ત્રણ મહિનાના સમયગાળમાં દૂર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું હતું કે ગૌચરની જમીનોનો ઉપયોગ પશુઓના ચરિયાણ માટે જ થવો જોઇએ. સરકાર કે અન્ય ત્રાહિત પક્ષ દ્વારા તેના પર દબાણ થાય તે ચલાવી શકાય નહીં.

ગૌચરની જમીન પર વિવિધ બાંધકામો ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઇ હતી

ભાડું લક્ષ્મીપુરા ગામના ગામમાં ગૌચરની જમીન પર પશુ બાંધવાની જગ્યાઓ, આંગણવાડી,  સહકારી ડેરી, ધાર્મિક સ્થળ સહિતના બાંધકામો સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઇ હતી. હાઇકોર્ટે પિટિશન ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જે પિટિશનને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની ખંડપીઠે આ તમામ દબાણો ત્રણ મહિનામાં દૂર કરવા નિર્દેશ આપ્યો છે.

gauchar-land

કોર્ટે નોંધ્યું છે કે ગૌચરનો જમીનનો ઉપયોગ ચરિયાણ અને નિયત હેતુ માટે જ થવો જોઇએ. સરકાર કે ત્રાહિત પક્ષ તેનો અન્ય ઉપયોગ કરે તે ચલાવી શકાય નહીં. અહીં રહેતા મોટાભાગના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી ચૂકી છે તેમજ હાલની પરિસ્થિતિ અહીંના ત્રણ લોકોને જ વૈકલ્પિક વ્યવસ્થા મળવાની બાકી છે. જેથી જમીન પર પાકા બાંધકામ હોય કે કાચા તેને દૂર કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હજારો કાર્ડધારકો રાશન લેવા વાજબી ભાવની દુકાને નથી જતા?, રાજ્યમાં 2.98 લાખથી વધુ રેશનકાર્ડ થઈ ગયા સાયલન્ટ !

pratik shah

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!