GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

હવાઈ મુસાફરી : મુસાફરોની સેફ્ટી માટે સુપ્રિમ કોર્ટે આપ્યો સૌથી મોટો ચૂકાદો, 10 દિવસ પછી આ બુકિંગ નહીં થાય

સમગ્ર દેશભરમાં આજથી ડોમેસ્ટીક ફ્લાઈટો શરૂ થઈ છે, ત્યારે દેશમાં હવાઈ મુસાફરી દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સના પાલનને અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વના દિશાનિર્દેશ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, એર ઈન્ડિયા આગામી 10 દિવસ સુધી તમામ ઉડાનને  ચલાવી શકે છે. કેમ કે, અગાઉથી એર ઈન્ડિયાનું બુકિંગ થઈ ચુક્યુ છે.

10 દિવસ બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મિડલ સીટનું બુકિંગ થઈ શકશે નહી.. આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે સોશિયલ ડિસ્ટન્સના અલગ આદેશ આપવાનું સૂચન કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર અને એર ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ  કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે મિડલ સીટ બુક ન કરવાના આદેશ આપ્યા હતા.

દેશના અનેક ભાગોમાં આજથી વિમાનોના આવાગમન માટે એરપોર્ટ પર નવા નિયમો અને કાયદાના અમલ

દેશના અનેક ભાગોમાં આજથી વિમાનોના આવાગમન માટે એરપોર્ટ પર નવા નિયમો અને કાયદાના અમલ સાથે બધું જ બદલાયેલું હશે. એરપોર્ટ પર બે મીટરનું અંતર રાખવું અને ટચલેસ સિસ્ટમ ફોલો કરાશે, જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પ્રવાસીઓને ક્વૉરન્ટાઈન અને આઈસોલેશન કરવા અંગે રાજ્યો પોતે પ્રોટોકોલ બનાવવા સ્વતંત્ર છે.

View image on Twitter

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવાનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે રાજ્યમાં કોરોના વાઈરસના વધતા કેસોને ધ્યાનમાં લેતાં એરલાઈન્સ માટે એરપોર્ટ્સ ખોલવા ઘણા જ મુશ્કેલ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મુંબઈ, ચેન્નઈ, કોલકાતા જેવા એરપોર્ટ્સ પ્રવાસી ટ્રાફિકના સંદર્ભમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે ટ્વીટર પર જણાવ્યું હતું કે રેડ ઝોનમાં એરપોર્ટ ફરીથી ખોલવા સલાહભર્યું નથી. જોકે, રવિવારે મોડા મહારાષ્ટ્રે સ્થાનિક ઉડ્ડયન સેવાને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દૈનિક મુંબઈથી ઉડ્ડયન કરનારા અને અહીં ઉતરનારા માટે ૨૫ પ્રવાસીઓની સંખ્યા નક્કી કરી છે. ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરાશે.

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવાનો વિરોધ કર્યો

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રને કોલકાતા અને બાગડોગરા એરપોર્ટ્સ પર સ્થાનિક ઉડ્ડયન સેવા થોડાક સમય પછી ફરી શરૂ કરવા માટે વિનંતી કરશે. રાજ્યમાં આવેલા ચક્રવાતી તોફાન એમ્ફાનથી અનેક ભાગોમાં વિનાશ સર્જાયો છે. એવામાં પશ્ચિમ બંગાળમાં હાલ ઉડ્ડયન સંચાલન સ્થગિત રાખવું જોઈએ. મમતાએ ક્હયું કે રાજ્ય સરકારને તૈયારી માટે ભારત સરકારે કેટલાક દિવસનો સમય આપવો જોઈએ, કારણ કે સમગ્ર રાજ્ય તંત્ર ચક્રવાત પછી રાહતના કામમાં વ્યસ્ત હતું. એરલાઈન કંપની એર એશિયા ઈન્ડિયાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે બધા જ પ્રવાસીઓએ તેમણે જે રાજ્યમાં જવાનું છે ત્યાંના સ્વાસ્થ્ય પ્રોટોકોલ્સ વાંચી લેવા. તેમના પ્રવાસીઓના ક્વૉરન્ટાઈન થવા સંબંધિત કોઈપણ જવાબદારી એરલાઈન્સ ઉઠાવશે નહીં.’

પશ્ચિમ બંગાળમાં હાલ ઉડ્ડયન સંચાલન સ્થગિત રાખવું જોઈએ

સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થવા અંગે અનિશ્ચિતતા અને મુંઝવણ વચ્ચે એરલાઈન કંપનીઓના પ્રતિનિધિઓ અને કેટલાક રાજ્યોના અધિકારીઓએ રવિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી અને પ્રવાસીઓ માટે ક્વૉરન્ટાઈન થવાના નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેડયુર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચાનો આશય વિવિધ રાજ્ય સરકારોએ તેમના એરપોર્ટ્સ પર કરેલી અલગ અલગ જાહેરાતોના પગલે ક્વોરન્ટાઈન થવા સહિતના નિયમોમાં એકરૂપતા લાવવાનો હતો.

દિલ્હી એરપોર્ટ પર સોમવારથી અંદાજે ૩૮૦ જેટલા વિમાનોનું સંચાલન થશે

દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે સ્વસ્થ અને સલામત હવાઈ પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી છે. એરપોર્ટ એન્ટ્રી ગેટ અને ચેક-ઈન જેવા સ્થળો પર પ્રવાસીઓ માટે ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર મશીન, ફ્લોર માર્કર સહિત અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર સોમવારથી અંદાજે ૩૮૦ જેટલા વિમાનોનું સંચાલન થશે. દિલ્હી એરપોર્ટથી અંદાજે ૧૯૦ વિમાનો ઉડ્ડયન કરશે અને અંદાજે ૧૯૦ વિમાનોનું ઉતરાણ થશે.બેંગ્લુરુમાં સોમવારથી એરપોર્ટ ખોલી દેવાશે. આ એરપોર્ટથી ૨૧૫ ફ્લાઈટ્સ ચલાવાશે. ચંડીગઢ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમાવરથી ઘરેલુ ઉડ્ડયન માટે સાત ફ્લાઈટ્સ ચાલશે. ૨૭ મેથી વધુ બે ફ્લાઈટ્સ સેવા માટે જોડાશે. ૧લી જૂનથી વધુ ચાર ફ્લાઈટ્સનો સમાવેશ કરાશે. બીજીબાજુ જમ્મુમાં સોમાવરે નવ ફ્લાઈટ્સ પહોંચશે, તેમાં શ્રીનગરથી ત્રણ, દિલ્હીથી ચાર, મુંબઈ અને ગ્વાલિયરથી એક-એક ફ્લાઈટ્સ હશે.

READ ALSO

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!