GSTV
Home » News » સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ટ્વિટર, ગુગલ અને યુ-ટ્યુબને મોકલી નોટિસ, જાણો શા માટે 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ટ્વિટર, ગુગલ અને યુ-ટ્યુબને મોકલી નોટિસ, જાણો શા માટે

સુપ્રીમ કોર્ટે ફેસબુક ઈન્કની મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશની હાઈકોર્ટ્સમાંથી કેસને સુપ્રીમમાં સ્થાનાંતરણની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે જેમાં યુઝરના સોશ્યલ મીડિયા એકાઉન્ટને આધાર નંબર સાથે જોડવાની માંગણી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ગુગલ, ટ્વિટર, યુટ્યુબ અને અન્ય લોકોને 13 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગવા માટે નોટિસ મોકલી હતી.

જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરૂધ બોઝની ખંડપીઠે કહ્યું કે જે પક્ષોને નોટિસ ફટકારવામાં આવી નથી તેમને ઇમેઇલ દ્વારા નોટિસ મોકલવી જોઈએ.

ખંડપીઠે કહ્યું હતું કે, મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા વપરાશકર્તાની સોશ્યલ મીડિયા પ્રોફાઇલને આધાર સાથે જોડવાના કેસોની સુનાવણી ચાલુ રહેશે પરંતુ અંતિમ ચુકાદો આપવામાં આવશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે તમિલનાડુ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નકલી સમાચારો, બદનામી, અશ્લીલ, દેશ વિરોધી અને આતંકવાદ સંબંધિત સામગ્રીને ફેલાવવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તેના યુઝર્સના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે.

ફેસબુક ઈંક તમિલનાડુ સરકારના સૂચનનો વિરોધ કરી રહી છે કે 12 આંકડાનો આધાર નંબર શેર કરવાથી વપરાશકર્તાઓની ગોપનીયતા નીતિનું ઉલ્લંઘન થશે.

ફેસબુક ઈન્કે કહ્યું કે તે ત્રીજા પક્ષકારો સાથે આધાર નંબર શેર કરી શકતો નથી કારણ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા મેસેજ બીજો કોઈ જોઈ શકતો નથી અને તેમની પાસે તેની પરવાનગી પણ નથી.

READ ALSO

Related posts

જૂનાગઢ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરતા ચાલકોને કઈક આવી આપી સરપ્રાઈઝ

Nilesh Jethva

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!