GSTV
Home » News » CTATમાં 10 ટકા અનામતની માંગવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે સરકારને આપી નોટીસ

CTATમાં 10 ટકા અનામતની માંગવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે સરકારને આપી નોટીસ

સુપ્રીમ કોર્ટમાં સીટેટની પરીક્ષામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક આધાર પર 10 ટકા અનામત અંતર્ગત માર્ક્સમાં છુટછાટ આપવા માટે લઈને એક અરજી દાખલ કરી હતી. આ અરજી પર હવે કોર્ટે સરકારને નોટીસ ફટકારી છે. સીટેટમાં અત્યાર સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા 10 ટકા અનામતને શામેલ કરવામાં આવ્યું ન હતું.

આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતુ કે પ્રવેશની યોગ્યતા માટે લેવાતી પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું આરક્ષણ આવી શકે નહીં. જસ્ટિસ ઈંદિરા બેનર્જી અને સંજીવ ખન્નાની બેન્ચે સીટેટ, 2019માં આર્થિક રૂપે નબળા લોકો માટે 10 ટકા અનામત માટે કરેલી અરજીની સુનાવણી વખતે આ સ્પષ્ટીકરણ કર્યુ હતું.


બેન્ચે કહ્યું હતુ કે પ્રવેશ પરીક્ષાને પાસ કરવા માટે કોઈ પણ પ્રકારનુ આરક્ષણ ન હોઈ શકે આ સંપુર્ણ રીતે ખોટુ છે. આ માત્ર યોગ્યતા પ્રાપ્ત કરવાની પરીક્ષા છે. અનામતનો સવાલ તો પ્રવેશ સમયે ઉભો થશે. અરજી કરનારના વકીલે સાત જુલાઈએ થનારી પરીક્ષાની સુચનાની વાત કરી તો બેન્ચે જણાવ્યું કે પરીક્ષામાં અનુસૂચીત જાતિ અને જનજાતિના સદસ્યોને પણ કોઈ પણ પ્રકારનુ આરક્ષણ આપી સકાશે નહીં.

મળતી જાણકારી મુજબ અરજી કરનારે દાવો કર્યો હતો કે તેઓ સમાજના આર્થિક રૂપે નબળા છે અને આ પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. CBSE એ 23 જાન્યુઆરી, 2019ના રોજ આ પરીક્ષાને લઈને જાહેરાત બહાર પાડી હતી જેમા સમાજના આર્થિક રૂપે નબળા લોકોને આ લાભ આપવામાં આવ્યો ન હતો જેના માટે આ અરજી દાખલ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!