GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING: ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી કરી મંજૂર, આજે સાંજે પાંચ વાગ્યે થશે સુનાવણી

મહારાષ્ટ્રની રાજનીતિક ઉથલ-પાથલ હવે નિર્ણયાક મોડ પર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના રાજકીય સંકટ મામલે સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજ્યપાલે આવતીકાલે એટલેકે 30 જૂને વિશેષ સત્ર બોલાવ્યું છે આ સત્રનો એજન્ડા ફક્તને ફક્ત ઉદ્ધવ સરકાર વિરુદ્ધ ફ્લોર ટેસ્ટ છે આ અંતર્ગત ઉદ્ધવ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ અરજી સ્વીકારી લીધી છે અને આજે આ મામલે સુનાવણી યોજાશે.

ગુવાહાટીમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો આજે ગોવા રવાના થઈ શકે છે. ગોવાના તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં 70 રૂમ બુક કરવામાં આવ્યા છે. આવતીકાલે ગોવાથી શિંદે જૂથના ધારાસભ્યો મુંબઈ જશે અને સીધા મહારાષ્ટ્ર વિધાનસભા જશે.

સંજય રાઉતે રાજ્યપાલના આદેશને ખોટો ગણાવ્યો

શિવસેનાના નેતા સંજય રાઉતે લખ્યું છે કે 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના કેસમાં ઓછા દિવસો આપવામાં આવ્યા હતા, તેથી સુપ્રીમ કોર્ટ ધારાસભ્યોને 11 જુલાઈ સુધી પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપી રહી છે. બીજી તરફ રાજ્ય વિધાનસભાનું સત્ર એક દિવસમાં બોલાવવામાં આવ્યું છે. આ માત્ર અન્યાય જ નથી પરંતુ ભારતીય બંધારણની મજાક પણ છે.

શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ આ મામલાને સમજે છે અને પોતાની ફરજ નિભાવશે.બીજી તરફ શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલે શિવસેનાની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સત્ર અને ફ્લોર ટેસ્ટ બોલાવવો એ ગૃહનો મામલો છે. કોર્ટે આમાં દખલ ન કરવી જોઈએ. સિંઘવી કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ કોર્ટે તેમની દલીલો સ્વીકારી ન હતી.

ઉદ્ધવ

શિંદેના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે આજે સાંજે આ મામલે સુનાવણી કરવાની જરૂર નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે આજે સુનાવણી કરીશું. SCએ સિંઘવીને કહ્યું કે આ મામલે આજે સાંજે 5 વાગ્યે સુનાવણી થશે. અરજીની નકલ તમામ પક્ષકારોને બપોરે 3 વાગ્યા સુધીમાં આપી દો.

READ ALSO

Related posts

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk
GSTV