GSTV
Uncategorized ટોપ સ્ટોરી

નવા સંસદભવન પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, ઉદ્ધાટન રાષ્ટ્રપતિથી કરાવવાના નિર્દેશની કરી માંગ

નવા સંસદ ભવન પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. દાખલ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ પાસેથી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસેથી કરાવવા માટે લોકસભા સચિવાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયનું નિવેદન અને લોકસભાના મહાસચિવને ઉદ્ઘાટન સમારોહ માટે આપવામાં આવેલ આમંત્રણ ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે.

તો બીજડી તરફ ઘણા પક્ષો ઉદ્ઘાટનમાં જોડાશે. આ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાના વિપક્ષના અભિયાનથી દૂર રહ્યા છે. બીએસપી, જેડી-એસ અને તેલુગુ દેશમે ગુરુવારે ઉજવણીમાં તેમની ભાગીદારીની જાહેરાત કરી હતી. તે જનહિતનો મુદ્દો છે, તેનો બહિષ્કાર કરવો ખોટું છે, એમ તેમણે જણાવ્યું હતું. એનડીએમાં ભાજપ સહિત 18 પક્ષો ઉપરાંત વિપક્ષી છાવણીના સાત પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સંમતિ આપી છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ કે ભાજપની સરકાર હોય, બસપાએ હંમેશા પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને નિર્ણયો લીધા છે. પાર્ટી આ સંદર્ભમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનું પણ સ્વાગત કરે છે. જો કે, તેણીએ જણાવ્યું હતું કે તે પાર્ટીની ચાલુ સમીક્ષા બેઠકો અંગે પૂર્વ-નિર્ધારિત વ્યસ્તતાને કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. આંધ્ર પ્રદેશની વિપક્ષી ટીડીપીનું પ્રતિનિધિત્વ રાજ્યસભાના સાંસદ કનકમેદલા રવીન્દ્ર કુમાર આ કાર્યક્રમમાં કરશે. ટીડીપી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ટીડીપી પાસે રાજ્યસભામાં એક અને લોકસભામાં ત્રણ સાંસદ છે.

સરકાર શું સંદેશ આપવા માંગે છે

રાષ્ટ્રપતિનું કાર્યાલય સંસદનો પ્રથમ ભાગ છે. સરકારના ઘમંડે સંસદીય પ્રણાલીને નષ્ટ કરી દીધી છે. 140 કરોડ ભારતીયો જાણવા માગે છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો રાષ્ટ્રપતિનો અધિકાર છીનવીને સરકાર શું સંદેશ આપવા માંગે છે.

READ ALSO

Related posts

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

Biparjoy Cyclone / બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના તમામ 7 બંદરો પર એલર્ટ, કંડલા અને મુન્દ્રામાં કામગીરી ઠપ્પ

Nakulsinh Gohil

કરોડોના વિકાસકાર્યો, દર વર્ષે આવે છે 50 લાખથી વધુ યાત્રિકો, આમ છતાં પાવાગઢમાં સરકારી દવાખાનાની કોઈ સુવિધા જ નથી!

Nakulsinh Gohil
GSTV