દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ અને સુપ્રીમ કોર્ટે કાઢેલા ઝાટકણી બાદ હવે દિલ્હી સરકારે યુપી, પંજાબ અને હરિયાણા સાથે બેઠક યોજી..જેમાં દિલ્હીને અડીને આવેલા NCRમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે પ્રસ્તાવ મુકાયો છે.સાથે સાથે આ વિસ્તારમાં બાંધકામ પર રોક લગાવવાની અને ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવાની પણ વિચારણા કરવામાં આવી છે.

દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ આ બેઠક બોલાવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવાની સલાહ આપી હતી.પ્રદૂષણની ભયંકર સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે તો જરુર પડે તો લોકડાઉન લગાવવાનુ પણ સૂચન કર્યુ હતુ.જોકે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા કેટલાય વર્ષોથી વકરી રહી છે.આમ છતા દેશની સત્તાનુ સૌથી મોટુ કેન્દ્ર હોવા છતા દિલ્હી અને કેન્દ્રની સરકારો આ સમસ્યાનો ઉકેલ હજી સુધી લાવી શકી નથી અને દર શિયાળામાં દિલ્હીવાસીઓ હેરાન થઈ રહ્યા છે.

ભારતની રાજધાની દિલ્હી દેશનુ જ નહીં પણ દુનિયાનુ પણ સૌથી પ્રદુષિત શહેર બની ગયુ છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દિલ્હી કરતા પણ વધારે પ્રદુષણ નોંધાયુ હતુ.આમ મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરનાક બની હતી.મળતી વિગતો પ્રમાણે સમુદ્ર પરથી ફૂંકાતી હવાઓની ઝડપ ઓછી થવાથી અને લાખો વાહનોના ધૂમાડાના કારણે દક્ષિણ મુંબઈમાં સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 નોંધાયો હતો.જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 હતો.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો