સુપ્રીમ કોર્ટે વાહનોના વેચાણને લઈને મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલી એપ્રિલ-2020 બાદ દેશમાં બીએસ-4 સેગમેન્ટના કોઈપણ વાહનનું વેચાણ નહીં થાય અને કોઈપણ બીએસ-4 વાહનની નોંધણી પણ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટનો આ ચુકોદા ઘણો મહત્વપૂર્ણ છે. આ પહેલા ગત વર્ષે સુપ્રીમ કોર્ટે બીએસ-3 વાહનોના વેચાણ પર રોક લગાવી દીધી હતી.

બીએસ-4 એટલે ભારત સ્ટેજ-4. બીએસ-4 એક ઉત્સર્જન માપદંડ છે. ભારત સ્ટેજ ઉત્સર્જન માપદંડ એટલે બીએસઈએસ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક ઉત્સર્જન માપદંડ છે. આ ઉત્સર્જન માપદંડમાં વાહનોને કારણે થનારા વાયુ પ્રદૂષણના પ્રમાણની એક સંરચનાત્મક રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે પહેલીવાર નિયમો પર આધારીત માપદંડને 2000માં લાગુ કરવામાં આવ્યો હતો.
ભારત સ્ટેજ લાગુ થયા બાદ તમામ વાહનોનું આવા માપદંડોને અનુરૂપ હોવું જરૂરી છે. ઓક્ટોબર-2010માં આખા દેશમાં ભારત સ્ટેજ-3 લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે દેશભરના 13 મુખ્ય શહેરોમાં એપ્રિલ-2010થી જ બીએસ-4 માપદંડ લાગુ કરવામાં આવ્યા હતા. જો કે આખા ભારતમાં બીએસ-4 માપદંડ 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.
વધતા પ્રદૂષણને કારણે સરકારે 2016માં એલાન કર્યું હતું કે તેઓ બીએસ-5 માપદંડના સ્થાને 2020 સુધીમાં આખા દેશમાં બીએસ-4 માપદંડ લાગુ કરશે. જો કે રાજધાની નવી દિલ્હીમાં બીએસ-6 વાહનોને એપ્રિલ-2020ના સ્થાને એપ્રિલ-2018માં જ લાગુ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
2020થી બીએસ-4 વાહનો નહીં વેચાય
1 એપ્રિલ, 2020થી નિર્ણય થવાનો છે લાગુ