GSTV
Home » News » ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી, પણ માત્ર આ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકશે

ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી, પણ માત્ર આ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકશે

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની અરજી અંગે સુપ્રીમ કોર્ટમા સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાની શરતી મંજૂરી આપી છે. આઝાદ કાશ્મીરના ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે જેમા જમ્મુ, શ્રીનગર, બારામુલા અને અનંતનાગનો સમાવેશ થાય છે. પરંતુ આઝાદ આ મુલાકાત દરમ્યાન કોઈ રેલી કે રાજકીય સંબોધન નહીં કરી શકે. જમ્મુ કાશ્મીરની મુલાકાત બાદ ગુલામ નબીને સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપવો પડશે.

કોર્ટમાં ગુલામ નબીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યુ હતુ કે, ગુલામ નબી 6 વખથ સાંસદ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ છે. તેમ છતા તેમને શ્રીનગર એરપોર્ટ પરથી દિલ્હી મોકલી દેવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે, ગુલામ નબીએ પોતાના પરિવાર સાથે મુલાકાત માટે સુપ્રીમ કોર્ટમા અરજી કરી હતી. જોકે, સુપ્રીમે તેમને અરજી બાદ મંજૂરી આપી છે.

ફારૂખ અબ્દુલ્લાને શા માટે નજર કેદ રખાયા ? જવાબ આપો..

જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા વાયકો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરવામાં આવી. કોર્ટે સુનાવણી દરમ્યાન ફારૂખ અબ્દુલ્લાની નજરકેદ અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. અને આ મામલે કેન્દ્ર પાસે 30મી સપ્ટેમ્બર સુધી જવાબ માગ્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ અત્યારે કેવી છે? સરકારે અત્યાર સુધી કોઈપણ રેકોર્ડ કોર્ટમાં રજૂ કર્યો નથી.

કાશ્મીરમાં કોઈ પણ નેતાની નથી કરાઈ અટકાયત

વાયકોના વકીલે સુપ્રીમમાં કહ્યુ કે, ગૃહ મંત્રાલય નિવેદનમાં કહે છે કે, જમ્મુ કાશ્મીરમાં કોઈપણ નેતાની અટકાયત કરવામાં આવી નથી. જ્યારે એનએસએ કહે છે કે, કેટલાક કેસમાં નેતાઓની અટકાયત કરવામાં આવી છે. જે બાદ કોર્ટે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતા હજી કેટલો સમય લાગશે. એટોર્ની જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે, પાંચમી ઓગસ્ટ બાદ કાશ્મીર ખીણમાં એકપણ ગોળી ચાલી નથી. રાજ્યમાંથી 87 ટકા પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. જમ્મુ અને લદ્દાખમાં અત્યારે કોઈપણ પ્રકારના પ્રતિબધ નથી.

કાશ્મીરમાં ઈન્ટરનેટ કે સંચાર માધ્યમની કોઈ સુવિધા નથી

જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર ટાઈમ્સના સંપાદક અનુરાધા ભસીનની અરજી અંગે સુપ્રીમમાં સુનાવણી કરવામાં આવી. સુપ્રીમમાં કાશ્મીર ટાઈમ્સના વકીલે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ કે સંચાર માધ્યમની કોઈ સુવિધા નથી. જેના જવાબમાં એટોર્ની જનરલે જણાવ્યુ હતુ કે, શ્રીનગર-જમ્મુમાં સતત સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે કોર્ટે સવાલ કર્યો કે, અત્યાર સુધી સરકારે કાશ્મીર ખીણમાં ટેલિફોન સેવા શરૂ કેમ કરવામાં આવી નથી.

જેનો જવાબ આપતા એટોર્ની જનરલે જણાવ્યુ હતુ કે, કાશ્મીર ખીણમાં મીડિયાના કર્મચારીઓ સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને રિપોર્ટ દાખલ કરવાના આદેશ આપ્યા છે. જેથી આ રિપોર્ટ દાખલ કરવા એટોર્ની જનરલે કોર્ટ પાસે બે સપ્તાહનો સમય માગ્યો છે. કોર્ટે સુનાવણી દરમ્યાન કેન્દ્રને કોઈપણ પ્રકારના આદેશ આપવાના પણ ઇનકાર કર્યા છે. સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે સંચાર વ્યવસ્થાને શરૂ કરવાના આદેશ આપી શકે છે.

READ ALSO

Related posts

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Mayur

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!