દેશની સૌથી મોટી સરકારી બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. મુશ્કેલ સમયમાં ગ્રાહકોને પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડવી ન પડે. તેને જોતા SBI એ મલ્ટી ઓપ્શન ડિપોઝિટ સ્કીમ (MODS) સુવિધા આપે છે. તેમાં ગ્રાહક પોતાની જરૂરિયાતના સમયે 1 હજાર રૂપિયાના ગુણકમાં પૈસા કાઢી શકે છે.
શું છે MODS?
MODS એક પ્રકારનું ટર્મ ડિપોઝિટ છે જે સેવિંગ્સ અથવા કરંટ એકાઉન્ટ સાથે લિંક્ડ હોય છે. એવામાં જો ગ્રાહક તે લિંક્ડ એકાઉન્ટમંથી પૈસા કાઢવા માગે છે અને તે પૈસા ખાતામાં હાજર નથી તો પૈસા MOD માંથી કાઢી શકાય છે. તે લિંક્ડ પર પણ એટલુ જ વ્યાજ મળે છે, જે SBI માં એક સામાન્ય FD પર છે. વિડ્રોઅલ બાદ વ્યાજ MOD માં બચેલ એકાઉન્ટ પર મળતુ રહે છે.

શું છે સ્કીમની ખાસિયત
- MODS માટે મિનિમ ટર્મ ડિપોઝિટ 10 હજાર રૂપિયા છે. બાદમાં તેમાં 1 હજાર રૂપિયાના મલ્ટીપલ્સમાં વધુ પૈસા ડિપોઝિટ કરવામાં આવી શકે છે.
- તેમાં મૈક્સિમમ એમાઉન્ટ માટે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી.
- SBI MODS ને 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના સમયગાળા માટે ખોલાવી શકાય છે. તેમાં પ્રીમેચ્યોર વિડ્રોઅલની પણ સુવિધા છે. જોકે, તેના પર TDS એપ્લીકેબલ છે.
- MODS પર લોન લેવા અને નોમિનેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેને SBI ની એક બ્રાંચથી બીજામાં ટ્રાંસફર કરી શકાય છે.
READ ALSO
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો