GSTV
Home » News » SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

આપ એસબીઆઈ બેન્કના ગ્રાહકો છો અને આપની પાસે મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ છે તો ઉતાવળ કરજો. કારણ કે 31મી ડિસેમ્બર બાદ આ કાર્ડ કચરામાં ફેંકી દેવું પડશે. એટીએમમાં પૈસા ઉપાડવા જશોને કાર્ડ બ્લોક હોવાનો મેસેજ આવવા લાગશે. એસબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ ધરાવતા ગ્રાહકોને આ છેલ્લી તક આપી છે. આ માટે ગ્રાહકોએ નજીકની એસબીઆઈની બેન્કનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રાહકો ઓનલાઈન પણ આ બાબતે અરજી કરી શકે છે. આ કાર્ડ માટે ખાસ બાબત એ છે કે, આ કાર્ડ રજિસ્ટર્ડ સરનામે ઘરે જ આવશે એટલે સરનામું ખાસ કરીને અપડેટ કરાવવું એ જરૂરી છે.

ઓનલાઇન કેવી રીતે મેળવશે લાભ

  • સૌથી પહેલાં એસબીઆઈ વેબસાઈટ પર લોગઇન થાઓ
  • ટોપ નેવિગેશનમાં ઈ સર્વિસિઝમાં એટીએમ સર્વિસ પર ક્લિક કરો
  • હવે વનટાઈમ પાસવર્ડ પર ક્લિક કરો
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપીને ડાયલ કરો
  • હવે એકાઉન્ટ સિલેક્ટ કરી કાર્ડ પર રહેલું નામ ટાઈપ કરો
  • હવે ટર્મ અને કન્ડીશનના બટન પર ક્લિક કરી સબમીટનું બટન દબાવો
  • સબમિટનું બટન પ્રેસ કરતાં જ કમ્પ્યૂટર કે મોબાઈલમાં એક મેસેજ આવશે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે આપના રજિસ્ટર્ડ એડ્રેસ પર 7થી 8 દિવસમાં ડેબિટ કાર્ડ મળી રહેશે

કોઈ ચાર્જ લેવાય તો પ્રૂફ સાથે આપ રિફંડ માગી શકો છો

આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્કે આ નિ4ણય લીધો છે. મેગ્નેટ્રીક સ્ટ્રાઈપ કાર્ડમાં ફોર્જરી થવાના ડરને પગલે આરબીઆઈએ ફરજિયાત ઇએમવી ચીપ કાર્ડ ધરાવાતા એટીએમ કાર્ડનો ઉપયોગ કરવાનો તમામ બેન્કોને નિર્દેશ કર્યો છે.
એસબીઆઈએ આ કાર્ડ ફ્રી હોવાની સાથે એ પણ ખુલાસો કર્યો છે કે, આ બાબતે આપની પાસે કોઈ ચાર્જ લેવાય તો પ્રૂફ સાથે આપ રિફંડ માગી શકો છો. નેટબેન્કિંગને આધારે પણ ઓનલાઇન અરજી કરી શકાય છે. જે માટે સરનામું અને ઓટીપી માટે બેન્ક સાથે જોડાયેલો મોબાઈલ નંબર ગ્રાહકોએ હાથવગો રાખવો પડશે.

Related posts

અમદાવાદ નજીક વિકસેલા આ ઈન્ડસ્ટ્રીયલ હબના કારણે જમીન અને જીવન બન્ને જોખમમા

Nilesh Jethva

મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા હોવાનો વીડિયો વાયરલ, તંત્ર અજાણ

Nilesh Jethva

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!