GSTV

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Last Updated on August 2, 2021 by Lalit Khambhayata

સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ હોમ લોનને લઇ મોટી જાહેરાત કરી છે. હોમ લોન પર SBI મોન્સૂન ધમાકા ઓફરને લઇ આવ્યું છે, આ ઓફર હેઠળ 31 ઓગસ્ટ સુધી લોન પર કોઈ પ્રકારની પ્રોસેસિંગ ફી નહિ આપવી પડે માનવામાં આવી રહ્યું છે કે હોમ લોન લેવા વાળા લોકોને આ પગલાંથી ઘણી રાહત મળશે. આ હાલ 0.40 ટકાની પ્રોસેસિંગ ફીમાં મહત્વપૂર્ણ ઘટાડો છે. હોમ લોનના ગ્રાહકોને આ મર્યાદિત ગાળાની ઓફરમાંથી નોંધપાત્ર લાભ થશે.

SBIની વેબસાઈટ પર હાજર જાણકારી મુજબ હાલ હોમ લોન પર પ્રોસેસિંગ ફી, લોન એમાઉન્ટના 0.35% પ્લસ સર્વિસ ટેક્સ છે પ્રોસેસિંગ ફીને બેન્ક ડોક્યુમેન્ટના સમયે ગ્રાહક લઇ શકે છે. એસબીઆઈ નિયમિત સમયાંતરે વિવિધ ઓફર પ્રસ્તુત કરીને ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સુધારવામાં હંમેશા મોખરે છે. એસબીઆઈ હોમ લોનના વ્યાજના દર ફક્ત 6.70 ટકાથી શરૂ થઈ રહ્યાં છે, જેને ધ્યાનમાં લઈએ તો અત્યારે ઘર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે.

મોન્સૂન ધમાકા ઓફર મર્યાદિત ગાળાની ઓફર છે, જે 31.08.2021ના રોજ પૂર્ણ થશે. એસબીઆઈના એમડી (આરએન્ડડીબી) સી એસ શેટ્ટીએ કહ્યું હતું કે, અમને હોમ લોનના અમારા સંભવિત ગ્રાહકો માટે મોન્સૂન ધમાકા ઓફર જાહેર કરવાની ખુશી છે. અમારું માનવું છે કે, પ્રોસેસિંગ ફીની માફીની આ ઓફર ઘર ખરીદવા ઇચ્છતાં ગ્રાહકોને સુવિધા અને પ્રોત્સાહન આપશે, કારણ કે અત્યારે વ્યાજના દર સૌથી નીચા દરે છે. અમે દરેક ભારતીયના બેંકર બનવા આતુર હોવાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થઇશું.

બેન્કને આશા છે કે આ ઓફર પછી રિયાલિટી સેક્ટરમાં મકાન અને ફ્લેટના વેચાણમાં તેજી આવશે. જણાવી દઈએ કે બેંકે આ પહેલા જાન્યુઆરીમાં લોન પર પ્રોસેસિંગ ફી માફીની ઓફર શરુ કરી હતી, બેન્ક મુજબ લોન રિપમેન્ટના સારા રેકોર્ડ રાખવા વાળા ગ્રહકો માટે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

Read Also

Related posts

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!