જો તમે બાળકો માટે કપડા અથવા અન્ય કોઈ ઉત્પાદનો ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે એક સારી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ, જો તમે Firstcry.comથી તમારા બાળકો માટે ખરીદી કરો છો, તો SBI debit card અથવા credit cardથી ચુકવણી કરી શકો છો, તો તમને બિલ પર 5 ટકા સુધીની છૂટ મળશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(State Bank of India)ના જણાવ્યા અનુસાર આ ઓફર 14 ઓક્ટોબર, 2020 સુધી માન્ય છે. આ ઓફર માટે ગ્રાહકે ઓછામાં ઓછા 1500 રૂપિયામાં ખરીદી કરવી પડશે અને એક કાર્ડ પર વધુમાં વધુ 500 રૂપિયાની છૂટ મળશે. જો તમે 2000 રૂપિયાથી વધુની ખરીદી કરો છો, તો તમને 200 રૂપિયા વધારાની ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર મેળવવા માટે, તમારે કૂપન કોડ FCSBIEXT200 નો ઉપયોગ કરવો પડશે.

આ ઓફરનો લાભ લેવા માટે, તમારે પહેલા SBIYONO પર લોગઈન કરવું જરૂરી છે. આ પછી તમારે શોપ અને ઓર્ડર વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમને બેબી વર્લ્ડ નામથી એક વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરીને, તમને Firstcryનો વિકલ્પ મળશે. આ વિકલ્પની સહાયથી, તમે બાળકો માટે ખરીદી કરી શકશો.

આ ધ્યાનમાં રાખો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ ગ્રાહકને ઉત્પાદનના વેચાણ, સેવા અથવા સુવિધાઓ વિશે ફરિયાદ હોય તો બેંક કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. જે વેપારી અથવા કંપનીએ પ્રોડક્ટ વેચ્યું છે, તે પ્રોડક્ટ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
READ ALSO
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?