GSTV

SBI યુઝર્સને હવે ઘર બેઠા આપશે બેન્કિંગ સુવિધા, લાભ મેળવવા આ રીતે કરો રજિસ્ટર

ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિગ સુવિધાઓ આપવા માટે ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ ઘણી બધી બેન્કિ સેવાઓ તમને ઘર બેઠા જ મળી શકશે. આ સુવિધાઓ માટે તમારે બેન્કની ડોરસ્ટેપ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. તો આવો જાણીએ આ સુવિધાઓ વિશે…

પિકઅપ સર્વિસ હેઠળ મળશે આ સુવિધા

SBI ની ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ હેઠળ પિકઅપ સર્વિસ આપવામાં આવે છે. જે હેઠળ તમારે ચેક જમા કરવા નવી ચેકબુક લેવા અથવા જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે બેન્ક જવાની જરૂરિયાત નથી. 1 નવેમ્બર 2020થી ડોરસ્ટેપ સર્વિસ હેઠળ બેન્કના કોઈ કર્મચારી તમારા ઘર આવશે અને તમારા કાગળ લઈ બેન્કમાં જમા કરાવી આપશે.

ડિલવરી સર્વિસ હેઠળ માગવો પોતાનું ફોર્મ 16

આ પ્રકારે ડોરસ્ટેપ બેન્કિગની ડિલીવરી સર્વિસ હેઠળ તમારી ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ડ્રોફ્ટ અથવા ફોર્મ 16 સર્ટિફેકિટે લેવા માટે બ્રાંચ જવાની જરૂરિયાત નથી. તમે ઘરે બેઠા જ આ બધી વસ્તુ ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ થકી ઘરે મગાવી શકશો.

ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ માટે અહીંયા કરાવો રજિસ્ટ્રેશન

  • બેન્કની ડોરસ્ટેપ બેન્કિગ સર્વિસ માટે તમે ટોલ ફ્રી નંબર 18001037188 અને 1881213721 પર ફોન કરી શકો છો.
  • તમે WWW.psbdsb.in વેબસાઈટ પર જઈને પણ આ સર્વિસ બુક કરી શકો છો.
  • DSB Mobile એપ થકી તમે ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા લઈ શકશો.

READ ALSO

Related posts

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યું ઐતિહાસિક ભૂમિ દાન, 253 વીઘા જમીન મળી દાનમાં

Pravin Makwana

સુરત/ દારૂની રેઇડના પગલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PIને DGPએ કર્યા સસ્પેન્ડ

Pravin Makwana

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!