GSTV

SBIની છે આ જોરદાર FDની સ્કીમ, વ્યાજના દર જાણી લેશો તો એક પણ બેન્કમાં નહીં મૂકો રૂપિયા

SBI

સરકારે કોરોના મહામારી દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓ રજૂ કરી છે. આ માટેની ખાસ યોજનાઓ પણ બેંકોમાં ચલાવવામાં આવી રહી છે, જેથી વૃદ્ધ નાગરિકો તેમના અંતિમ પડાવમાં પોતાની આર્થિક જરૂરિયાત કોઈ પણ મુશ્કેલી વિના પૂરી કરી શકે. બેંકોમાં ચાલતી સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમમાં અન્ય બચત યોજનાઓની તુલનામાં વધુ વ્યાજ મળે છે. આ અંગે દરેક બેંકની જુદી જુદી યોજનાઓ છે.

દેશની ટોચની બેન્કો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી બેંક (HDFC Bank), અને આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) એ સિનિયર સિટિઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ રાખી છે. બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના શરૂ કરી છે. 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં આ યોજના હેઠળ રોકાણ કરી શકાય છે.

એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના

વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈની વિશેષ ફિક્સ્ડ ડિપોઝીટ યોજનાને ‘એસબીઆઇ વી કેર’ તરીકે ઓળખવામાં આવે છે. એસબીઆઈએ આ યોજના 12 મેથી શરૂ કરી હતી. આ યોજનામાં રોકાણ 5 વર્ષ માટે કરવામાં આવે છે. આ યોજનામાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયા જમા કરાવી શકાય છે.

રોકાણ

એસબીઆઈની નવી વી કેર ડિપોઝિટ યોજનામાં 5 વર્ષ કે તેથી વધુની થાપણો (એફડી) પર વધારાનું 30 બેસિસ પોઇન્ટ પ્રીમિયમ વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોના રોકાણ પર જ આ ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ નોંધણી કરાવનારા ગ્રાહકોને જ નિયત સમયગાળામાં લાભ મળશે.

  • વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ડિપોઝિટ પર વ્યાજ
  • વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષથી ઓછા સમયના રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય પબ્લિક કરતા 0.50% વધુ વ્યાજ મળશે.
  • 5 વર્ષથી વધુની રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ મળશે, જેમાં વધારાના 0.30% નો સમાવેશ થાય છે.
  • જો કે, મેચ્યોરિટી પહેલા ઉપાડ પર કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

Read Also

Related posts

એપલનો ઓનલાઇન સ્ટોર હવે ભારત, અનેક ઓફરથી લઈ પ્રોગ્રામ વિશે જાણો…

Dilip Patel

કોરોનાકાળમાં છૂટી ગઈ છે નોકરી? મોદી સરકારની આ સ્કીમ હેઠળ મળશે 3 મહિનાનો અડધો પગાર

Dilip Patel

નોકરી ચાલી જતાં 2 મિત્રોએ શરૂ કર્યો ટિફીન બિઝનેસ, આજે બન્યા છે 3 રેસ્ટોરન્ટના માલિક

Karan
Do NOT follow this link or you will be banned from the site!