SBIએ ઈન્સ્ટન્ટ લોન એપ્સને લઈને પોતાના ગ્રાહકો માટે એક ચેતવણી જાહેર કરી છે. SBIએ ટવીટર પર એક એલર્ટ મોકલ્યું છે. જેમાં બેંકે પોતાના કરોડો કસ્ટમર્સને કહ્યું છે કે કોઈપણ અજાણી લિંકને કલિક ન કરો, સાથે જ તુરંત લોન આપવાવાળી ફર્જી એપથી દુર રહો.

આવી એપથી રહો દુર, એક કલિક અને ખાતુ ખાલી
ગ્રાહકોને આવા મેસેજો મોકલવામાં આવે છે જેમાં 5 મીનીટમાં 2 લાખ રૂપિયાની લોન મેળવો, અંહિ કલિક કરો. SBIએ કહ્યું આવી લિંક પર કયારેય કલિક ન કરો. નહિં તો તમારુ ખાતુ ખાલી થઈ શકે છે. SBIએ પોતાના દરેક ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે કૃપા કરીને અપ્રામાણીક લીંક પર કલિક ન કરો. SBIઅથવા અન્ય બેંકનું પ્રતિરોપણ કરવાવાળી લિંકને તમારી વિગતો જાહેર ન કરો. તમારી તમામ નાંણાકીય આવશ્યકતાઓ માટે https://bank.sbi પર જાઓ. સાથે જ ફર્જી ઈન્સ્ટન્ટ લોન એપ્સથી સાવધાન રહો. આ ધોખાધડીનો પ્રયાસ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ઈન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા 2 મિનિટમાં લોન કોઈપણ દસ્તાવેજ વગર આપવામાં આવે છે. લોન લીધા બાદ લોકો તેને ફંસાયેલા હોય તેવો અનુભવ કરે છે. કારણ કે, લોન ચૂકવતા સમયે તેને મોટા પ્રમાણમાં વ્યાજ દેવું પડે છે. હજારોનું દેણુ લાખો રૂપિયાનું થઈ જાય છે. જે બાદ લોનની ભરપાઈ માટે લોકો અપશબ્દોથી લઈને મર્ડર કરવાની ધમકીઓ આપે છે. આવા ચક્કરમાં લોકોએ પોતાની જીંગદીથી હાથ ધોઈ બેઠા છે. રિઝર્વ બેંક પણ લોકોને આવી ઈન્સ્ટન્ટ એપથી દુર રહેવાનું કહી ચૂકી છે.
कृपया अप्रमाणिक लिंक पर क्लिक न करें। SBI या किसी अन्य बैंक का प्रतिरूपण करने वाली इकाई को अपना विवरण प्रदान न करें। अपनी सभी वित्तीय आवश्यकताओं के लिए https://t.co/rtjaIeXXcF पर जाएं। pic.twitter.com/Iwe23JFiNv
— State Bank of India (@TheOfficialSBI) January 20, 2021
SBIએ કહ્યું શું કરવુ- શું ન કરવું
- લોન લેતા પહેલા ઑફરના નિયમ અને શરતો તપાસો
- શંકાસ્પદ લિંક પર કલિક ન કરો.
- ડાઉનલોડ કરતા પહેલા એપની પ્રમાણિકતા તપાસો
- ઑફરના નિયમો તથા તેની શરતો તપાસો
- તમારી તમામ નાંણાકીય જરૂરતો માટે જુઓ, https://bank.sbi
ફોન પર જાણકારી આપવાથી બચો
SBIએ કહ્યુંકે આજકાલ ધણા લોકો SBIના નામથી લોકોને ફોન કરી તેની પર્સનલ ડિટેઈલ્સ માંગે છે. જેમકે તેનું બેંક ખાતુ, OTP વગેરે. યાદ રાખો કે કોઈપણ બેંક તમારી પાસે અકાઉન્ટ નંબર કે OTP નથી માંગતી. જો તમને આવો કોઈ ફોન આવે થે તો સાવઘાન રહો. આવા કૉલને કયારેય ભાવ ન આપો.
READ ALSO
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો