દેશની સૈથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકો માટે એક ટ્વિટ કર્યું છે. બેંકે ટ્વિટ દ્વારા તમામ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું છે કે, મહેરબાની કરી અપ્રમાણિક લિંક પર ક્લિક ન કરો. SBI કે કોઈ અન્ય બેંકનું પ્રતિરૂપણ કરનાર એકમને તમારી માહિતી ન આપો. છેતરપિંડી કરનાર ખોટી એપથી સાવધાન રહો. તે છેતરપિંડીનો પ્રયાસ કરી રહી છે.

જણાવી દઈએ કે, તાત્કાલિક લોન એપ દ્વારા 2 મિનિટમાં હજારો રૂપિયાની લોન વગર કોઈ દસ્તાવેજે આપવામાં આવી રહી છે. આ રીતે લોભામણા દાવાઓને જોઈને હજારો લોકો ઈન્સ્ટન્ટ લોન એપના ચક્કરમાં ફસાઈ ગયા છે. આ એપ 35 % વ્યાજ દર પર લોન આપી રહી છે. પ્રોસેસિંગના નામે આ મોટી રકમ વસૂલે છે. લોન ચૂકવણીમાં શર્તોને કારણે માત્ર થોડા દિવસોમાં લેનદારી અનેક ગણી વધારી દે છે. અને પછી શરૂ થાય છે રિકવરી એજન્ટ તરફથી અપશબ્દો અને ધમકીઓનો સિલસિલો.
कृपया अप्रमाणिक लिंक पर क्लिक न करें। SBI या किसी अन्य बैंक का प्रतिरूपण करने वाली इकाई को अपना विवरण प्रदान न करें। अपनी सभी वित्तीय आवश्यकताओं के लिए https://t.co/rtjaIeXXcF पर जाएं। pic.twitter.com/Iwe23JFiNv
— State Bank of India (@TheOfficialSBI) January 20, 2021
બેંકે સુરક્ષા માટે જણાવી આ ટીપ્સ
બેંકે ટ્વિટમાં કહ્યું કે, મહેરબાની કરી અનધિકૃત લિંક પર ક્લિક ન કરો. SBI કે અન્ય કોઈ બેંકના રૂપમાં દેખાતા એકમને પોતાની ખાનગી માહિતી ન આપો. બેંકે ઈન્સ્ટન્ટ લોનમાં ન ફસાવવા માટે જણાવી આ ટીપ્સ.
- લોન લેતા પહેલા ઓફરના નિયમો અને શર્તો તપાસો.
- સંદેહાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
- ડાઉનલોડ કરતા પહેલા એપની પ્રામાણિકતા તપાસો.
- ઓફરના નિયમો અને શર્તો તપાસો.
- તમારી નાણાંકીય આવશ્યકતાઓ માટે જોવો : https://bank.sbi
આ ફોન ઉપાડવાથી ખાલી થઈ જશે તમારું અકાઉન્ટ
બેંકે કહ્યું કે, આજકાલ ઘણા લોકો SBI ના નામે લોકોને ફોન કરી તેમની ખાનગી માહિતી મેળવતા હોય છે. જો તમને પણ ફોન આવે તો સાવધાન થઈ જાવ અને પોતાની કોઈ પણ જાણકારી શેર ન કરો. જો તમે આવું નહીં કરો તો તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ જશે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી