GSTV

600 કરોડની ખોટને બદલે યસ બેન્કે 129 કરોડનો નફો કર્યો : આંકડાઓ છે ચોંકાવનારા, એસબીઆઈએ કરી કમાલ

રાણા કપૂરના કાંડને કારણે વિવાદાસ્પદ બનેલ યસ બેંક અને બાદમાં એસબીઆઈના નેજા હેઠળ આવેલ યસ બેંકે બીજા કવાર્ટરમાં અણધાર્યો નફો કર્યો છે. બજાર અનુમાન હતું કે યસ બેંક જુલાઈ-ઓગષ્ટના સમયગાળામાં 306 કરોડની ખોટનું અનુમાન હતુ, જેની સામે બેંકે નફો કર્યો છે.

યસ બેન્ક

600 કરોડની ખોટ બાદ 129 કરોડનો નફો

યસ બેંકને ગત વર્ષે બીજા ત્રિમાસિકગાળામાં 600 કરોડની ખોટ થઈ હતી, જેની સામે આ વર્ષે 129 કરોડનો નફો થયો છે. જોકે બેંકની મુખ્ય વ્યાજની આવક ઘટી છે. Q2FY21માં Net Interest Income(NII) 2186 કરોડ રૂપિયાથી ઘટીને 1973 કરોડ રૂપિયા રહી છે.

એસેટ ક્વોલિટી કાબૂમાં

બેંકો માટે નફા કરતા સૌથી મહત્વના ગણાતા એનપીએ યસ બેંકના કાબૂમાં જોવા મળ્યા છે. ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ(GNPA) 17.3%થી ઘટીને 16.9% થયા છે. સામે પક્ષે નેટ એનપીએની ટકવારી પણ 4.96%થી ઘટીને 4.71% થઈ છે.

નફો વધ્યો છતાં આવક ઘટી

સૌથી મહત્વનો આંકડો પ્રોવિઝનનો હોય છે. યસ બેંકનો નફો વધ્યો છે પરંતુ, આવક ઘટી છે પરંતુ, કોરોનાના કપરા કાળમાં બેંકના બેડ લોન માટેના પ્રોવિઝન્સ કાબુમાં રહ્યાં છે, જે ઉત્સાહજનક છે. યસ બેંકે ચાલુ નાણાંકકીય વર્ષમાં 1086 કરોડનું પ્રોવિઝનિંગ કર્યું છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 1336 કરોડ હતું અને અગાઉના એપ્રિલ-જુન ત્રિમાસિકગાળામાં 1187 કરોડ રૂપિયાના હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!