એલર્ટ! આગામી 3 દિવસમાં બંધ થઇ જશે 4 પ્રમુખ બેન્કિંગ સેવાઓ, આજે જ પતાવી લો આ કામ

30 નવેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્વામાં ભારતીય સ્ટેટ બેન્ક પોતાના ગ્રાહકો માટે પ્રમુખ 4 સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેશે, તેથી જો તમે બેન્કના સૂચનોનું પાલન ન કર્યુ હોય તો 1 ડિસેમ્બરથી તમારા માટે મુશ્કેલી ઉભી થશે. ચાલો જાણીએ આ ચાર સેવાઓ વિશે….

ડિસેમ્બરથી બંધ થશે નેટ બેંકિંગ

SBI એ પોતાના તમામ ખાતા ધારકોને પોતાના ખાતાને મોબાઇલ નંબર સાથે લિંક કરવાની અપીલ કરી છે. તેમ ન કરવા પર બેંક તમારી ઓનલાઇન નેટ બેંકિંગ સુવિધાને બ્લોક પણ કરી દેશે. બેંકે મોબાઇલ નંબરને ખાતા સાથે લિક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર આપી છે. બેંકે જણાવ્યુ કે મોબાઇલ નંબરને ખાતા સાથે લિંક ન કરાવનારની નેટ બેંકિંગ 1 ડિસેમ્બરથી
બ્લોક કરી નાખવામાં આવશે.

પેન્શન ખાતા ધારકો માટે લોન સ્કિમ બંધ

જે લોકોનું પેન્શન SBI ખાતામાં આવે છે. તેમના માટે બેંક દ્વારા ખાસ ઓફરની શરૂઆત કરવામાં આવી હતી. બેંક દ્વારા ફેસ્ટિવ સિઝનમાં પેન્શન મેળવનારા માટે લોનની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કિમમાં પેન્શનર્સને વગર કોઇ પ્રોસેસિંગ ફીથી લોન મળી રહી હતી. પરંતુ હવે 30 નવેમ્બરે SBIની આ સ્કિમ પણ પૂર્ણ થઇ રહી છે.

બંધ થશે Buddy App

SBI એ પોતાના મોબાઇલ વોલેટ SBI BUDDY ને બંધ કરવા અંગેનો નિર્ણય કર્યો છે. 30 નવેમ્બરથી તેને પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. જો તમે પણ SBI BUDDY નો વપરાશ કરી રહ્યા છો. તો 30 નવેમ્બર સુધી વોલેટમાં બચેલી રકમને ખર્ચ કરી દેજો SBI એ પોતાના મોબાઇલ વોલેટની શરૂઆત 2015માં કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આ વોલેટને બંધ કરવા પાછળ બેંકનો YONO SBI એપ છે. આ એપમાં SBI BUDDY થી વધુ ફિચર્સ છે. તે માટે BUDDY ને બંધ કરવામાં આવી રહી છે.

અટકી શકે છે પેન્શન

જે પેન્શન ધારકોની પેન્શન SBIના ખાતામાં આવે છે. તેમને બેંકમાં 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. જે લોકો 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી નહિ શકે. બેંક તેમનું પેન્શન રોકી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter