GSTV

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

SBI

જો તમે પણ એસબીઆઈના (SBI) ગ્રાહક છો તો આ ખબર તમારા માટે જરૂરી છે. એસબીઆઈએ એક ઓક્ટોમ્બરથી ( SBI Banking Rules ) બદલેલા નિયમોને લઈને ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એવામાં જો ધ્યાન ન રાખવામાં આવે તો તેની સીધી અસર તમારી જોબ પર પડશે. બેન્કે ટ્વીટ કરીને ગ્રાહકોને જાણકારી આવી છે કે હવે 1 ઓક્ટોમ્બરથી ગ્રાહકોને વિદેશમાં લેવડ દેવડ માટે ટેક્સ (Tax ) ચુકવવાનું રહેશે. એટલે કે ગ્રાહકોને વિદેશ પૈસા મોકલવા પર વધુ ચાર્જ આપવાનો રહેશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વિદેશ પૈસા મોકલવાના નિયમોમાં બદલાવ કર્યો છે.

ટ્રાન્ઝેક્શન પર લાગશે ટેક્સ

કેન્દ્ર સરકારના નવા નિયમો અનુસાર હવે વિદેશ ફંડ મોકલવા પર સરકાર લોકોને ટેક્સ વસુલશે એટલે કે જે બાળકો વિદેશોમાં ભણે છે અને તમે તેમના ખર્ચ માટે અહીંથી પૈસા મોકલો છો તો તમારે હવે આ રકમ પર ટેક્સ આપવાનો રહેશે. સરકારે 7 લાખથી વધારે રકમ પર ટેક્સ વસુલવાના નિયમો બદલી નાખ્યા છે. આ નિયમ 1 ઓક્ટોમ્બરથી લાગુ થઈ જશે.

SBI

ફાઈનાન્સ એક્ટ 2020 ( Finance Act 2020 )માં ફેરફાર

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ફાઈનાન્સ એક્ટ 2020માં ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ હવે વિદેશ પૈસા મોકલવા પર તમને ટીસીએસ આપવાનો રહેશે. હવે ટેક્સની ચુકવણી કરવાની રહેશે. લોકોને 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સના મોટાભાગની ચુકવણી કરવાની રહેશે. એલઆરએસ હેઠળ તમે 2.5 લાખ ડોલર વાર્ષિક મોકલી શકો છો.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!