GSTV

બ્રિટનની કોર્ટના ચુકાદા બાદ એસબીઆઇનું નિવેદન, વિજય માલ્યા પાસેથી 963 કરોડ વસુલી લીધા

Last Updated on July 6, 2018 by Mayur

એક તરફ બ્રિટનની હાઇકોર્ટે વિજય માલ્યાની બ્રિટનમાં રહેલી સંપતિ જપ્ત કરવાનો આદેશ આપી માલ્યાને ઝટકો આપ્યો છે. તો બીજી તરફ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇએ પણ માલ્યાની સંપતિઓની હરાજી કરી 963 કરોડ રૂપિયા વસુલ કર્યા છે. એસબીઆઇનું કહેવું છે કે તે વિજય માલ્યા પાસેથી મહત્તમ રકમની વસુલાત કરશે.

ભારતીય બેંકોને ચૂનો ચોપડી ઇંગ્લેન્ડ ફરાર થઇ ગયેલા કૌભાંડી વિજય માલ્યા પર કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત રીતે કસાઇ રહ્યો છે. બ્રિટનની હાઇકોર્ટે વિજય માલ્યાની બ્રિટન સ્થિત સંપતિ જપ્ત કરવાનો આદેશ આપ્યાના અહેવાલો વચ્ચે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પણ વિજય માલ્યા પાસેથી વસુલાતની કાર્યવાહી ઝડપી બનાવી હોવાની વાતો સામે આવી રહી છે.

એસબીઆઇએ દાવો કર્યો છે કે તેમણે વિજય માલ્યાની સંપતિઓની હરાજી કરીને 963 કરોડ રૂપિયા વસુલ કર્યા છે. એસબીઆઈના એમડી અરિજિત બસુએ કહ્યુ છે કે વિજય માલ્યાની ભારતીય મિલ્કતો દ્વારા બેંકોએ 963 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે બેંક વિજય માલ્યા પાસેથી પોતાની મહત્તમ રકમની વસૂલાત કરશે.

બીજી તરફ બેંગાલુરુ પોલીસે ઈડીના માધ્યમથી પટિયાલા હાઉસ કોર્ટમાં એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં દારૂના કારોબારી વિજય માલ્યા અને યુનાઈટેડ બ્રેવરીઝની 159 મિલ્કતો દર્શાવાઇ છે. માલ્યાની વધુ મિલ્કતોની ઓળખ માટે બેંગાલુરુ પોલીસે વધુ સમયની માગણી કરી છે. હાલ કોર્ટે પોલીસને 11 ઓક્ટોબર સુધીમાં નવો રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે ફૂલેકાબાજ વિજય માલ્યાએ દાવો કર્યો છે કે તે આખા મામલામાં નિર્દોષ છે. પરંતુ દેશના નેતાઓ અને મીડિયાએ તેને લોન લઈને ફરાર થનાર ઉદ્યોગપતિ જાહેર કર્યો છે.  અને બેંકો સાથે છેતરપિંડીના મામલાના પોસ્ટરબોય તરીકે દેશની સામે રજૂ કર્યો છે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!