જો તમારુ ખાતુ પણ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં હોય તો આ ખબર તમારા માટે છે. દેશની સૌથી મોટી બેન્કમાં કેશ ઉપાડવા અને જમા કરાવવાની નિયમ બદલાઇ ગયા છે. નવા નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ નવા નિયમો જાણ્યા બાદ તમે ફાયદામાં રહેશો. ચાલો જાણીએ નવા નિયમો…
એક દિવસમાં ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો
એસબીઆઇએ ATMમાંથી દૈનિક પૈસા ઉપાડવાની લિમિટ 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 રૂપિયા કરી દેવામાં આ વી છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાની આ નવી મર્યાદા 31 ઓક્ટોબરથી લાગૂ થઇ હતી. ડીજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા અને ATM ફ્રોડના વધતા કેસોનો ઉકેલ લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
કેશ જમા કરાવવાનો નિયમ બદલાયો
એસબીઆઇ પોતના ગ્રાહકોના બેન્ક ખાતાઓને સુરક્ષિત રાખવા માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. નોટબંધી દરમિયાન મોટાપાયે ફ્રોડના મામલા સામે આવ્યા હતા. જેને ધ્યાનમાં લેતા એસબીઆઇએ નિર્ણય લીધો છે કે કોઇપણ એકાઉન્ટમાં અન્ય વ્યક્તિ પૈસા જમા ન કરાવી શકે. એટલે કે જો તમારુ ખાતુ એસબીઆઇમાં હોય તો ફક્ત તમે જ તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો.
એસબીઆઇની કોઇપણ બ્રાન્ચમાં જમા કરી શકશો પૈસા
એસબીઆઇએ પોતાના ગ્રહાકોને વધુ સારી સુવિધા આપવા માટે વધુ એક નિયમ બદલી નાંખ્યો છે. આ નિયમ હેઠળ એસબીઆઇ હવે દેશની કોઇપણ બ્રાન્ચમાં જઇને પોતાના બચત ખાતામાં ઇચ્છે તેટલી રોકડ જમા કરાવી શકે છે.
આ રીતે કરો ફ્રી અનલિમિટેડ ટ્રાન્જેક્શન
એસબીઆઇ ખાતામાં એક મિનિમમ બેલેન્સ દર મહિને રાખીને તમે એટીએમમાંથી અનલિમિટે ફ્રી ટ્રાન્જેક્શન કરી શકો છો. આરબીઆઇએ દેશની ટોચની બેન્કોને આ નિર્દેશ આપ્યો છે કે તે પોતાના ગ્રાહકોને પ્રતિ મહિના નિશ્વિત સંખ્યામાં ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.
Read Also
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન