GSTV
Gujarat Government Advertisement

SBIએ ગ્રાહકો માટે કરી આ ફ્રી સર્વિસ, 31 ડિસેમ્બર સુધી નહીં વસૂલાય ચાર્જ

Last Updated on December 15, 2018 by

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા)એ નવા વર્ષના અવસરે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે હોમ લોન પર પ્રોસેસિંગ ફી ઝીરો કરી દીધી છે. એટલેકે મતલબ સ્પષ્ટ છે કે હવે ગ્રાહકોને હોમ લોન લેવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉલ્લેખનીય છે કે આ ઑફરનો લાભ 31 ડિસેમ્બર સુધી મળી શકે છે.

સમાપ્તની પ્રોસેસ ફી- જ્યારે તમે લોન લો છો ત્યારે તેની સાથે જોડાયેલા ઘણા ખર્ચા હોય છે. જેમાં વ્યાજની ચૂકવણી, પ્રોસેસિંગ ફી, એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ, પ્રીપેમેન્ટ પેનલ્ટી સહિત અન્ય સામેલ છે. એસબીઆઈએ લોન લેતા પહેલા લાગતા આ ચાર્જને સમાપ્ત કરી દીધા છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, 31 ડિસેમ્બર સુધી હોમ લોન લેતા લોકો પર આ ચાર્જ એપ્લાઇ થશે નહીં.

હોમ લોન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ


હોમ લોન કેટલી મળશે- લોનની પ્રક્રિયા શરૂ થતા પહેલા ધારો કે તમારી આવક કેટલી છે અને તેના હિસાબે બેંક કેટલી લોન આપી શકે છે. તમારી લોન લેવાની ક્ષમતા તેને ચૂકવવાની કેપિસિટી પર નિર્ભર કરે છે. આ તમારી માસિક આવક, ખર્ચ, પરિવારજનોની આવક, સંપત્તિ, જવાબદારી, આવકમાં સ્થિરતા જેવા મુદ્દા પર નિર્ભર કરે છે.

બેંક સૌપ્રથમ એવુ જોવે છે કે તમે સમયે લોન ચૂકવી શકશો કે નહીં. દર મહિને તમારા હાથમાં જેટલી વધુ રકમ આવશે, તમારા લોનની રકમ તેટલી જ વધશે. સામાન્ય રીતે કોઈ બેંક અથવા લોન આપતી કંપની આ જોવે છે કે તમારી માસિક આવકની 50 ટકા લોન તરીકે આપી શકો તેવી સ્થિતિમાં છો કે નહીં. લોનની મુદ્દત અને વ્યાજ દર પર પણ લોન રકમ પર નિર્ભર કરે છે. આ સિવાય બેંક લોન માટે ઉંમરની ઉપરની મર્યાદા પણ ફિક્સ કરીને ચાલે છે.

લોન માટે કયા દસ્તાવેજ જોઇએ- લોનના એપ્લિકેશન ફોર્મમાં જ સાથે લગાવાતા દસ્તાવેજની ચેકલિસ્ટ લાગેલી હોય છે. આ સાથે જ તમારે ફોટો લગાવવો પડે છે. ઘર ખરીદવા માટે કાયદાકીય દસ્તાવેજથી લઇને બેંક તમારી પાસે ઓળખના પુરાવા અને ઘરના પુરાવાની સાથે પગાર સ્લિપ (ઑફિસથી સત્યાપિત અને પોતાની અટેસ્ટેડ) અને ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્નની સાથે બેંકના છેલ્લા 6 મહિનાનું સ્ટેટમેન્ટ પણ આપવુ પડે છે. લોન આપતી કેટલીક સંસ્થાઓ લાઇફ ઈન્શ્યોરન્સ પૉલિસી, શેરના દસ્તાવેજ, એનએસસી, મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ, બેંક ડિપૉઝીટ અથવા બીજા રોકાણના કાગળ પણ ગીરવે મૂકવા માટે માંગે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!