GSTV
Home » News » એસબીઆઈમાં નોકરીની તક, 8000 પદો માટે શરૂ થઈ ભરતી પ્રક્રિયા

એસબીઆઈમાં નોકરીની તક, 8000 પદો માટે શરૂ થઈ ભરતી પ્રક્રિયા

ભારતીય સ્ટેટ બેંક (SBI)માં નોકરી મેળવવાની આ સૌથી સારી તક છે. SBIએ જુનિયર એસોસિએટ (ગ્રાહક સપોર્ટ અને સેલ્સ)ના 8000 ખાલી પદો ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ અંગેની સંપૂર્ણ માહિતી SBIની સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પર મેળવી શકશો. ઈચ્છુક ઉમેદવારોએ અરજી SBI જુનિયર એસોસિએટ-2020માં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો 26 જાન્યુઆરી 2020 અથવા તેના પહેલા ઓનલાઇન અરજી જમા કરી શકશે. જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ પણ 26મી જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન દ્વારા અરજી ફી જમા કરવાની રહેશે. જોકે ઉમેદવારો 10 ફેબ્રુઆરી સુધી એપ્લિકેશનમાં ફેરફાર કરી શકશે. ઉમેદવારોએ પ્રારંભિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2020માં યોજાશે. મુખ્ય પરીક્ષા 19 એપ્રિલ-2020 ના રોજ યોજાશે.

SBI જુનિયર એસોસિએટ્સ ભરતી: આવી રીતે કરો ઓનલાઇન અરજી

Step 1 : SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
Step 2 : હોમ પેજ પરના જમણા ભાગમાં ‘careers’ ટેબ પર ક્લિક કરો.
Step 3 : અહીં ‘apply online’ની લિંક પર ક્લિક કર્યા બાદ ‘junior associate’ પર ક્લિક કરો.
Step 4 : હવે ‘click here for new registration’ પર ક્લિક કરો.
Step 5 : તમામ જરૂરી જાણકારીની નોંધણી કરો.
Step 6 : વિગતોનો ઉપયોગ કરીને લોગિન કરો.
Step 7 : ફોર્મ ભરો, ફોટો અપલોડ કરો. Step 8 : અંતમાં ચૂકવણી કરો.

યોગ્યતા


જુનિયર એસોસિએટ પદ માટે SBI ભરતી 2020 માટે અરજી કરતા ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. પગાર પગારની વાત કરીએ તો મુંબઈની જેમ અન્ય મેટ્રો શહેરોમાં કારકુન કેડરના કર્મચારીનો પ્રારંભિક

પગાર


DA દર મહિને 26,000 રૂપિયા હશે. વર્તમાન દર પર અન્ય ભથ્થા અને નવી ભરતી થયેલા સ્નાતક જુનિયર એસોસિએટના પગારમાં બે એડિશનલ ઇન્ક્રીમેન્ટ ઉમેરવામાં આવશે.

Read Also:

Related posts

શાહીનબાગ પર ચાલતા પ્રદર્શનને લઈ હવે પોલીસ એક્શનમોડમાં, હાઈકોર્ટે આપી દીધો આદેશ

Mayur

શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા, મજૂરનો ખર્ચ પણ નથી નિકળતો

Nilesh Jethva

શું તમે ભવિષ્યમાં શ્રેષ્ઠ રોકાણની યોજના વિચારી રહ્યા છો ? તો પર્સનલ લોનની આ રીતો તમને થઈ શકે છે ઉપયોગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!