હવે ઘર પર આવશે બેંક, SBIએ શરૂ કરી નવી સુવિધા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) લોકોને સુવિધા આપવા માટે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. બેંકે પોતાના વરીષ્ઠ નાગરીકો માટે ઘર બેઠાં બેંકિંગની સુવિધાને લૉન્ચ કરી છે. આ સુવિધા હેઠળ વરીષ્ઠ નાગરીકોને બેંકિંગ કાર્ય કરવા માટે બ્રાંચ આવવાની જરૂર પડશે નહીં. બેંક આવા ગ્રાહકોની જરૂરીયાતોને ફક્ત અમૂક શરતોની સાથે પૂર્ણ કરશે.

આ મળશે સુવિધાઓ

જે સુવિધાઓ ગ્રાહકને મળશે તેમાં કેશ પિકઅપ અને ડીલીવરી, ચેક પિકઅપ, ચેકબુક સ્લિપ, લાઈફ સર્ટિફિકેટ અને ફોર્મ 15એચ પિકઅપ સામેલ છે. આ સેવા 70 વર્ષથી વધુની ઉંમરના લોકોને મળશે. આ સિવાય દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત લોકોને પણ સુવિધા મળશે. દિવ્યાંગ ગ્રાહકોને તેના માટે મેડિકલ સર્ટિફિકેટ પણ આપવુ પડશે.

આ શરતો પૂર્ણ થવી જોઈએ

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યું છે કે જે ગ્રાહકોની કેવાઈસી પૂર્ણ છે તેમને આ સુવિધા મળશે. જેનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થવો જોઈએ. આ સિવાય હોમ બ્રાન્ચના 5 કિલોમીટરના દાયરામાં આ સેવા મળશે.

આ લોકોને લાભ મળશે નહીં

બેંકે કહ્યું છે કે સંયુક્ત ખાતુ, નાના બાળકોના ખાતા અને ચાલુ ખાતાવાળા ખાતાધારકોને આ સુવિધાનો લાભ મળશે નહીં. બેંકે કહ્યું છે કે લોકોને તેના માટે 60 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડશે.

22 હજાર શાખાઓની સાથે સૌથી મોટું નેટવર્ક

એસબીઆઈની દેશભરમાં 22 હજાર શાખાઓ છે. આ શાખાઓથી લગભગ 58 હજાર એટીએમનુ નેટવર્ક પણ પણ જોડાયુ છે. બેંકની નેટબેંકિંગ સેવાનો ઉપયોગ છ કરોડ ગ્રાહક કરે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter