GSTV

ખુશખબર/ SBIએ શરૂ કરી આ ખાસ સર્વિસ, દેશના 54 લાખ લોકોને થશે મોટો ફાયદો

SBI

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની તરફથી પેન્શનર્સની સુવિધા માટે એસબીઆઈ પેન્શન સેવા વેબસાઈટ લોન્ચ કરી છે. જેનો લાભ દેશના લગભગ 54 લાખ પેન્શનર્સ લઈ શકશે. ખાસ વાત એ છે કે આ વેબસાઈટનો ઉપયોગ એસબીઆઈ સ્ટાફ પેન્શનર્સ નહીં કરી શકે. એસબીઆઈના અનુસાર તેના ઓપરેટ ખૂબ સરળ છે. તમને જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક પેન્શન પેમેન્ટ કરનાર દેશની સૌથી મોટી બેન્ક છે. બેન્કની તરફથી સીનિયર સિટિઝન્સ માટે સારી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

બેન્ક આ ડિપાર્ટમેન્ટના પેન્શનર્સને આપે છે સર્વિસ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની તરફથી કેન્દ્ર સરકારની એજન્સીઓ જેવી કે ઈન્ડિયન રેલવે, ડિફેન્સ સર્વિસ, ડાક વિભાગ, ટેલીકોમ ડિપાર્ટમેન્ટ અને સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે કરાર કરવામાં આવ્યો છે. ઘણી રાજ્ય સરકારના વિભાગ અને બીજા ઓટોનોમસ બોડીઝની તરફથી એસબીઆઈનો કરાર છે. જે હેઠળ બેન્ક તેમના કર્મચારીઓના પેન્શનના પ્રોસેસનું કામ કરે છે.

SBI

વેબસાઈટ પર આ રીતે થઈ શકે છે રજીસ્ટર

સૌથી પહેલા તમારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસયલ વેબસાઈટ https://www.pensionseva.sbi/ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે પોતાની 5 કેરેક્ટરની યુઝર આઈડી ક્રિએટ કરવાની રહેશે. ત્યાર બાદ પેન્શન એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. સાથે જ તમારે ડેટ ઓફ બર્થ પણ દાખલ કરવાની રહેશે. પેન્શન પેમેન્ટ જાહેર કરનાર બેન્ક બ્રાન્ચનો કોડ પણ નાખવાનો રહેશે. સાથે જ બ્રાન્ચમાં પોતાનું મેલ આઈડી આપ્યું છે તે નાખવાનું રહેશે. ત્યાર બાદ નવો પાસવર્ડ નાખીને યાદ કરી લો અથવા તો સેવ કરી લો. હવે તમારૂ પેન્શન સેવા વેબસાઈટ પર એકાઉન્ટ ક્રિએટ થઈ જશે.  

SBI

કોણ કોણ લઈ શકશે સર્વિસનો લાભ

એસબીઆઈ પેન્શન સેવામાં તમને કેલકુલેશન શીટ્સને ડાઉનલોડ કરવા, પેન્શન સ્લિપ/ ફોર્મ 16, પેન્શન પ્રોફાઈલની જાણકારી, લાઈફ સર્ટિફિકેટ સ્ટેટસ, ટ્રાન્ઝેક્શન ડિટેલ જેવી દરેક સુવિધાઓ મળશે. આ પહેલા તમને આ દરેક કામો માટે બેન્ક બ્રાન્ચના ચક્કર લગાવવા પડતા હતા. હવે તમે ઘરે બેઠા આ કામો કરી શકશો. સાથે જ તમને કોઈ બીજાની મદદની જરૂર નહીં પડે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!