GSTV
Gujarat Government Advertisement

SBI એ આ લોકોને કર્યા માલામાલ, ફક્ત 1 વર્ષમાં ડબલ થઈ ગયા તેમના રૂપિયા, જાણો કેવી રીતે

sbi

Last Updated on May 6, 2021 by Bansari

દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક ( SBI ) હંમેશાં સમય સમય પર તેના ગ્રાહકોને દરેક માહિતી આપતી રહે છે. પછી ભલે તે બેંકિંગના છેતરપિંડીથી બચવાનો ઉપાય હોય કે બેંકના નવા અપડેટ્સ. એસબીઆઈ ટ્વીટ અથવા મેસેજ દ્વારા પોતાના ગ્રાહકો સાથે દરેક માહિતી શેર કરે છે. પરંતુ શું તમને ખબર છે ગ્રાહકોના ફાયદાની બાબતમાં પણ આ બેંક અન્ય બેન્કો કરતા ઘણી આગળ છે. આ બેંકના શેર દ્વારા તેના ઘણા ગ્રાહકો માલામાલ બની ગયા છે.

એસબીઆઈના શેર દ્વારા એક જ વર્ષમાં ડબલ વળતર મળ્યું છે. એટલે કે, એક વર્ષ પહેલા જે રોકાણકારોએ એસબીઆઈના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તેમના નાણાં હવે 1 લાખના 2 લાખ થઈ ગયા છે.

5 મે 2020 થી 5 મે 2021 સુધીની સફર

5 મે, 2020 ના રોજ, એનએસઈના નેશનલ સ્ટોક એક્સચેંજમાં એસબીઆઈનો શેર લગભગ 171 રૂપિયાનો હતો. જે 5 મે 2021 ના ​​રોજ 356 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. એટલે કે, આ એક વર્ષ દરમિયાન આ શેરની કિંમત ડબલ થઈ ચુકી છે. આ સમય દરમિયાન, જે રોકાણકારોએ આ શેરમાં એક વર્ષ સુધી રોકાણ કરી રાખ્યું હતું તેમના નાણાં બમણા કરતા પણ વધારે થઈ ચુક્યા છે. જો 5 મે 2020 ના રોજ કોઈએ કંપનીના 100 શેર ખરીદ્યા હશે, તેની કિંમત 17,100 રૂપિયાની નજીક હતી. તે હવે રૂ .35,600 ની નજીક પહોંચી ગઈ છે. તેવી જ રીતે, જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો તેમની રકમ હવે 2 લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ હશે.

FD માં કેટલું મળશે રિટર્ન

જો તમે એસબીઆઈની ફિક્સ્ડ ડિપોઝિટમાં રિટર્નની વાત કરવામાં આવે તો તે 4.90 %થી 5.80 % સુધી હોય છે. જો કે, ફિક્સ્ડ ડિપોઝિટમાં, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. શેરબજારમાં પણ જો ધૈર્ય અને વ્યૂહરચના બનાવીને રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે તેમાં પણ વધુ નફો મળી શકે છે. જો કે, શેર બજારમાંથી પૈસા કમાવવા લાંબા ગાળાની વિચારસરણી, તમારા બ્રોકર અથવા બજારના નિષ્ણાતની સલાહ અને વ્યૂહરચનાની ભૂમિકા મુખ્ય હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!