સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ મુંબઈ ખાતે નાણા મંત્રાલય અને આર.બી.આઈ. સાથે મીટિંગ કરતાં બેકિંગ મર્જર થવાંની સંભાવનાને ફરી વેગ મળ્યો છે. મુંબઈ ખાતે મળેલી મીટિંગમાં બેંકનાં એમ. ડી. રજનિશ કુમારે પ્રેઝન્ટેશન આપ્યું હતુ. સંભવત: આ મીટિંગ બેંકિંગ મર્જરની પ્રક્રિયા માટે કોણ સ્વૈચ્છાએ પહેલ કરે છે તેને માટે હતુ. જેમાં તેમણે નેશનલાઈઝ બેંકોની બેડ ડેટ , ઈંટિગ્રેશન, સ્ટાફ ઈશ્યુ વગેરેની ચર્ચા કરી હતી. આમ શરુઆતનાં ધોરણે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને મર્જરાઈઝેશન કરવું જોઈએ એ બાબતની ચર્ચા થઈ છે. જે મીટિંગમાં ભાગ લેનાર એક બેંક ઓફિસરે
જણવ્યું હતુ. આ કંઈ પ્રથમ વખત નથી જ્યારે એસ.બી. આઈ. મર્જરાઈઝેશન માટે આગળ આવી હોય. આ પહેલાં પણ એસ.બી. આઈ. એ પોતાની અસોસિએટ 5 બેંક્સનું મર્જરાઈઝેશન કર્યુ હતુ. આ પહેલાં પણ એસ.બી. આઈ. તમામ 21 જેટલી નેશનલાઈઝ બેંકનું મર્જરાઝેશન કરવાનું વિચાર્યુ હતુ. જેનો પ્રસ્તાવ તેમણે મુક્યો હતો. પણ આ પ્રસ્તાવ ધુળ ખાતો પડ્યો છે. આ અંગે નાણા મંત્રાલય કહે છે કે બેંકનું મર્જરાઈઝેશન એ તેમનો સ્વૈછીક નિર્ણય હોવો જોઈએ જેને માટે તેમને ફરજ પાડી શકાય નહિ. હાલનાં તબક્કે તો બેંકિંગ ઈંડસ્ટ્રીનાં સ્મોલ પ્લેયરને મોટી બેંક ખરીદવાનું વિચારી રહી છે. આ શક્યતાને વધુ સ્ટ્રોંગ બનાવતી વાત એ છે કે જેમાં 21 માથી 11 બેંક સામે આર.બી.આઈ. ની તપાસ ચાલી રહી છે.