GSTV
Gujarat Government Advertisement

SBIના કરોડો ગ્રાહકો માટે જરૂરી ખબર! બેન્કે બદલી નાંખ્યા છે આ 4 નિયમો, વાંચી લેજો નહીંતર ધંધે લાગી જશો

sbi

Last Updated on September 18, 2020 by Bansari

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી અનેક મોટા ફેરફારો કર્યા છે. આ બદલાવ ફિક્સ્ડ ડિપોઝિટ, લોન, એટીએમમાંથી કેશ ઉપાડવા સાથે સંબંધિત છે. આ જ કારણે આ રૂલ્સમાં બદલાવની અસર સીધી ગ્રાહકો પર થશે.ફિક્સ્ડ ડિપોઝિટથી લઇને લોન સુધી દેશની સૌથી મોટી બેન્ક SBIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી અનેક મોટા બદલાવ કર્યા છે.

આ જ કારણે તેના કરોડો ગ્રાહકોએ આ બદલાવો વિશે જાણવુ જરૂરી છે કારણ કે તેની સીધી અસર ગ્રાહકો પર થશે. જો તમે પણ SBI ખાતાધારક હોવ તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે SBIએ કયા કયા બદલાવ કર્યા છે.

ATMમાંથી રૂપિયા ઉપાડવા OTP જરૂરી

ATM ફ્રોડના વધતા કિસ્સાઓને ધ્યાનમાં લેતા એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. SBIએ એટીએમમાં વન ટાઇમ પાસવર્ડ (OTP)  બેસ્ડ એટીએમ વિડ્રોલ સુવિધા 24×7 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા દેશભરના તમામ SBI એટીએમ પર 18 સપ્ટેમ્બરથી લાગુ થશે. જણાવી દઇએ કે તેની પહેલા SBIએ રાતના સમયે એટીએમ ફ્રોડથી બચવા માટે ઓટીપી આધારિત એટીએમ વિડ્રોલની સુવિધા 1 જાન્યુઆરી 2020થી શરૂ કરી હતી. તેના અંતર્ગત રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી SBI એટીએમમાંથી 10 હજાર રૂપિયા અને તેનાથી વધુ કેશ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી છે.

SBI

લોન રિસ્ટ્રક્ચરની સુવિધા માટે લોન્ચ કરશે ડિજિટલ પ્લેટફોર્મ

SBI પોતાના ગ્રાહકોને લોન રિસ્ટ્રક્ચરની સુવિધા પૂરી પાડવા માટે ટૂંક સમયમાં એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની છે. આ પ્લેટફોર્મથી નક્કી શકે કે કયા ગ્રાહકને કેટલા દિવસ માટે મોરાટોરિયમ સુવિધા મળશે. આશા રાખવામાં આવી રહી છે કે આ મહિનાના અંતિમ સપ્તાહમાં આ પ્લેટફોર્મ લોન્ચ થઇ જશે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 24 સપ્ટેમ્બરે તેનું લોન્ચિંગ કરવામાં આવી શકે છે.

એફડીમાં રોકાણની અંતિમ તારીખ આગળ વધી

SBIએ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાની અંતિમ તારીખ આગળ વધારી દીધી છે. મે મહિનામાં બેન્કે વરિષ્ઠ નાગરિકો માટે SBI વીકેર સીનિયર સિટીઝન્સ ટર્મ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. વર્તમાનમાં ઘટતા વ્યાજ દરોને ધ્યાનમાં લેતા વરિષ્ઠ નાગરિકોને ઉચ્ચ વ્યાજ દર પ્રદાન કરવા માટે યોજના શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના વર્ષના અંત સુધી ઉપલબ્ધ થશે. તેની પહેલા બેન્કે ઘોષણા કરી હતી કે આ યોજના 30 સપ્ટેમ્બર સુધી માન્ય હશે.

SBI

SBIએ એફડીના વ્યાજ દરો ઘટાડ્યા

SBIએ પોતાના ગ્રાહકોને ફરી એકવાર ઝટકો આપતા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરો ઘટાડી દીધા છે. SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ 1-2 વર્ષના સમયગાળા પર 0.20 ટકા સુધી ઘટાડી દીધો છે. એટલે કે હવે SBIની એફડી પર મળતો ફાયદો ઓછો થઇ ગયો છે. નવા વ્યાજ દરો 10 સપ્ટેમ્બર 2020થી લાગુ થઇ ગયા છે. તેની પહેલા SBIએ 27મેએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો ઘટાડ્યા હતા. દેશમાં પરંપરાગત, સુરક્ષિત અને નિશ્વિત વ્યાજ ઇનકમ માટે મોટાપાયે એફડીમાં રોકાણ કરવામાં આવે છે. SBIએ પોતાના ગ્રાહકોને ફરી એકવાર ઝડકો આપતા એફડી પર વ્યાજ દરો ઘટાડી દીધા છે. એટલે કે SBIની એફડી પર મળતો ફાયદો ઓછો થઇ ગયો છે. નવા વ્યાજ દર 10 સપ્ટેમ્બર 2020થી લાગુ કરવામાં આવ્યા છે. તેની પહેલા SBIએ 27મેએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર ઘટાડ્યા હતા. દેશમાં પરંપરાગત, સુરક્ષિત અને નિશ્વિત વ્યાજ ઇનકમ માટે મોટાપાયે એફડીમાં રોકાણ કરવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!