GSTV

SBIનો નવો Restructuring Plan! લાખો ગ્રાહકોને થશે આ ફાયદો, જાણો તેના વિશે બધુ જ

SBI

દેવાદારો પર કોવિડ-19 મહામારીની અસરને ઓછી કરવા માટે ભારતીય સ્ટેટ બેન્કે હાલમાં જ લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring)નું એલાન કર્યું છે. એસબીઆઈ કાર્ડ યુઝર્સ(SBI Card Users)ને પણ આ લોન રિકાસ્ટ સ્કીમનો લાભ લોવાનો મોકો છે. દેશના સૌથી મોટા બેન્કે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ પોલિસી એ એકાઉન્ટ્સ માટે છે જેમાં કોવિડ-19ના કારણે પેમેન્ટ ક્ષમતા પર અસર પડે છે. આજે અમે એસબીઆઈ કાર્ડ માટે આ સ્કીમ હેઠળ યોગ્યતા, ફાયદા, રિસ્ટ્રક્ચરિંગ પ્લાન, ક્રેકિટ રિપોર્ટ પર તેના અસર સહિત અન્ય જાણકારી આપી રહ્યા છે.

યોગ્યતા

એસબીઆઈ કાર્ડ પોતાના અસેસમેન્ટનો આધાર યોગ્ય એકાઉન્ટની એક લિસ્ટ પણ તૈયાર કરશે. તેના માટે નીચે લખેલી વાતોને ધ્યાનમાં રાખવામાં આવશે.

SBI

જે એકાઉન્ટ્સને સ્ટાન્ડર્ડ એકાઉન્ટના રીતે ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે અને 1 માર્ચ 2020થી ઓછામાં ઓછા 30 દિવસ પહેલા સુધી તેમાં કોઈ ડિફોલ્ટ નથી થયો. એવા એકાઉન્ટ્સ રિસ્ટ્રક્ચરિંગ માટે યોગ્ય રહેશે.

1 માર્ચ 2020 પહેલા 12 મહિનામાં આ એકાઉન્ટ્સને NPAની રીતે ક્લાસિફાઈ ન કરવામાં આવ્યું હોય.

તેમાં એ એકાઉન્ટ્સ સામેલ હશે જેમણે 1 માર્ચથી 31 ઓગસ્ટની વચ્ચે મોરેટોરિયમનો પણ લાભ લીધો છે. અથવા આ સમયે ઓછામાં ઓછું એક વખત ન્યૂનતમ બાકીનું રિપેમેન્ટ નથી કર્યું.

યોગ્યતાને જોતા વ્યક્તિ એકાઉન્ટ સ્તર પર પરિભાષિત કરવામાં આવશે. આ ગ્રાહકોના સ્તર પર નહીં હોય. માની લો કે કોઈ વ્યક્તિની પાસે એક એથી વધારે એકાઉન્ટ છે અને તેમાં ફક્ત એક જ એકાઉન્ટ યોગ્ય છે તો ફક્ત એજ એકાઉન્ટ પર તેનો લાભ મળી શકે છે. અન્ય એકાઉન્ટ્સ સામાન્ય રીતે ચાલતા રહેશે.

SBI

રિસ્ટ્રક્ચરિંગ પ્લાન

હાલ રિસ્ટ્રક્ચરિંગ પ્લાનની હેઠળ કુલ બાકીને વધુમાં વધુ 24 મહિનાની અંદર ટર્મ લોનમાં કન્વર્ટ કરવામાં આવશે. રિસ્ટક્ચર કરવામાં આવેલા એકાઉન્ટ્સ પર વ્યાજ દર 13થી 19 ટકાની વચ્ચે રહેશે. વ્યાજ દર આ વાત પર પણ નિર્ભર રહેશે કે ટર્મ લોનથી વધી 3થી 24 મહિનાની વચ્ચે શું પસંદ કરવામાં આવે છે.

આ રિઝોલ્યુશનને 31 ડિસેમ્બર 2020 સુધી ફાઈનલ કરવાનું રહેશે અને 90 દિવસોની અંદર તેને લાગુ પણ કરી દેવાનું રહેશે. કોર્પોરેટ એકાઉન્ટ્સ માટે આ લિમિટ 180 દિવસ માટે રહેશે.

કઈ રીતે કામ કરશે SBIનો આ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન

તેના માટે ગ્રાહકોને પ્લાનની સહમતિના આધાર પર ઈએમઆઈ કાપવાના ઓટો ડેબિટ અથવા નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NHCH) અથવા PDCs ઉપલબ્ધ કરાવવાનું રહેશે. તેની ટાઈમલાઈન એસબીઆઈ કાર્ડ નક્કી કરશે.

SBI

ક્રેડિટ કાર્ડ સ્ટેટસ

જો કોઈ કસ્ટમર ઈએમઆઈ પ્લાનને પસંદ કરે છે તો ક્રેડિટ કાર્ડ પર એક્સટેન્ડેડ ફેસિલિટી ડિએક્ટિવેટ કરવામાં આવશે. કસ્ટમર પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. જોકે જ્યારે 3થી 6 મહિનાની માટે રેગુલર ઈએમઆઈ કરી દેવામાં આવશે તો કાર્ડને ફરી એક્ટિવેટ કરી દેવામાં આવશે.

ક્રેડિટ સ્કોર પર શું પડશે અસર?

બેન્કે આ વિશે પણ જાણકારી આપી છે. જો કોઈ કસ્ટમર રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પને પડકાર આપે છે તો તેમના ક્રેડિટ રિપોર્ટમાં તેને ‘restructured’ દર્શાવવામાં આવશે. ત્યાર બાદ ઉધારકર્તાની ક્રેડિટ હિસ્ટ્રીને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની પોલિસીના આધાર ગવર્ન કરવામાં આવશે.

SBI

આ એકાઉન્ટ્સ પર નહીં લાગુ થાય આ પોલિસી

આ પોલિસી એસબીઆઈ કાર્ડ એમ્પ્લોય એકાઉન્ટ્સ પર લાગુ નહીં થાય. સાથે જ તેમાંથી એ એકાઉન્ટ્સને પણ શામેલ નહીં કરવામાં આવે જેને માર્ચથી જુલાઈની વચ્ચે રજીસ્ટ્ક્ચર કરવામાં આવી ચુકી છે અથવા સેટલમેન્ટ બાદ અનિવાર્ય લેટર જાહેર કરી દેવામાં આવ્યું છે.

Read Also

Related posts

સેમ્યુઅલ્સ અને બેન સ્ટોક્સના વિવાદ પર માઇકલ વોન બગડ્યો, કહ્યું આ ખતરનાક છે

Mansi Patel

રૂપાણી સરકારની ઉદ્યોગજગત માટે મહત્વની જાહેરાત, યુનિટદીઠ વીજદરમાં કર્યો ઘટાડો

Pravin Makwana

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!