GSTV
Gujarat Government Advertisement

SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ, હોમ-ઑટો લોન પર વ્યાજ દર ઘટાડ્યાં

SBI

Last Updated on December 10, 2019 by Mayur

ભારતીય સ્ટેટ બેન્કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી લાખો હોમ લોન ગ્રાહકોની ઇએમઆઇ ઘટી જશે. આ ઘટાડો 10 ડિસેમ્બર એટલે કે મંગળવારથી લાગુ થશે. તેનાથી ફ્લોટિંગ રેટ વાળા હોમ લોન સસ્તી થઇ જશે.

એમસીએલઆર સાથે સંબંધિત ઑટો લોન પણ સસ્તી થઇ જશે. જો કે તેનો ફાયદો તત્કાલ નહી મળે. એસબીઆઇએ આ નાણાકીય વર્ષમાં પોતાના એમસીએલઆરમાં સતત આઠમીવાર ઘટાડો કર્યો છે. હવે તેનો એક વર્ષમાં એમસીએલઆર રેટ 8થી ઘટીને 7.9 ટકા થઇ જશે. એસબીઆઇનો દાવો છે કે તે દેશમાં સૌથી સસ્તી લોન આપનારી બેન્ક છે.

થયાં આ ફેરફાર

જો કે બેન્કે રેપો રેટ સાથ સંબંધિત લોનમાં કોઇ બદલાવ નથી કર્યો. એક દિવસથી લઇને એક મહિના સુધીની લોન માટે એમસીએલઆર રેટ 7.65 ટકા, ત્રણ મહિના માટે એનસીએલઆર રેટ 7.70 ટકા, ચ મહિના માટે 7.85 ટકા, બે વર્ષ માટે 8.10 ટકા અને ત્રણ વર્ષ માટે 8.20 ટકા થઇ ગયો છે. જણાવી દઇએ કે હોમ લોન અને ઑટો લોનમાં એસબીઆઇનો માર્કેટ હિસ્સો આશરે 25 ટકા છે.

જણાવી દઇએ કે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે તાજેતરમાં જ પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં કહ્યું હતું કે, તે ભવિષ્યમાં દરોમાં ઘટાડો કરવામાં ઉતાવળ નહી કરે. જાન્યુઆરી 2014થી ઓક્ટોબર 2019 વચ્ચે રિઝર્વ બેન્ક રેપો રેટમાં 2.85 ટકાનો ઘટાડો કરતાં તેને 8થી 5.15 ટકા કરી દીધો છે. પરંતુ બેન્કોએ હજુ સુધી તેનો પૂરતો લાભ ગ્રાહકોને નથી આપ્યો.

કેવી રીતે મળશે લાભ

MCLR ઘટવાથી હોમ લોન વ્યાજ દર અથવા ઇએમઆઇ પર તત્કાલ કોઇ અસર નહી થાય. હકીકતમાં એસબીઆઇની ફ્લોટિંગ રેટ હોમ લોન આ એક વર્ષના એમસીએલઆર સાથે જોડાયેલો હોય છે અને તેમાં એક વર્ષ માટે રેટ નક્કી હોય છે. એટલે કે જો કોઇ માટે રેટ ઓગસ્ટમાં નક્કી થઇ ગયો અને તે બાદ એમસીએલઆરમાં ફેરફાર થાય છે તો તેનો ફાયદો આગામી વર્ષે એટલે કે આગામી ઓગસ્ટ સુધી જ મળી શકશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!