GSTV
Home » News » SBIએ ATM વિડ્રોઅલની લિમિટ ઘટાડી પરંતુ આ કાર્ડ ધારકોને મળશે મોટી રાહત

SBIએ ATM વિડ્રોઅલની લિમિટ ઘટાડી પરંતુ આ કાર્ડ ધારકોને મળશે મોટી રાહત

ભારતીય સ્ટેટ બેન્કે ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ વિડ્રોઅલની લિમિટ ઘટાડી દીધી છે. અત્યારે આ લિમિટ 40 હજાર રૂપિયા પ્રતિ દિવસ છે. પરંતુ 31 ઓક્ટોબરથી આ લિમિટ 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ થઇ જશે.

એસબીઆઇએ જે આ ફેરફાર કર્યા છે, આ નિયમો ફક્ત તે ગ્રાહકો માટે બદવામાં આવ્યાં છે, જે બેન્કના ક્લાસિક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. એસબીઆઇએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે જો તમે  લિમિટ વધારવા માંગતા હોય તો તમે તેને એક રીતે મેળવી શકો છો.

એસબીઆઇએ જણાવ્યા અનુસાર 20 હજારથી વધુની વિડ્રોઅલ લિમિટ મેળવવા માટે તમારે ક્લાસિક ડેબિટ કાર્ડની સરખામણીમાં હાયર કાર્ડ વેરિએન્ટ માટે અપ્લાય કરવાનું રહેશે. તેનો અર્થ એ છે કે તમે બેન્કનું અન્ય અપગ્રેડેડ ડેબિટ કાર્ડ લઇ શકો છો.

સિલ્વર ઇન્ટરનેશનલ કાર્ડ

 

આ ડેબિટ કાર્ડથી તમે 31 ઓક્ટોબર બાદ પણ એટીએમથી 40 હજાર રૂપિયા પ્રતિ દિવસ વિડ્રો કરી શકો છો. આ ઉપરાંત તમને કેશ વિડ્રોઅલ સાથે અનેક સુવિધાઓ પણ મળશે. તેના માટે તમારે વર્ષે મેન્ટેનન્સ તરીકે 150 રૂપિયા તથા ટેક્સ ચૂકવવાનો રહેશે.

ગ્લોબલ ઇન્ટરનેશનલ કાર્ડ

એસબીઆઇ ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ તમને 40 હજાર રૂપિયા વિડ્રો કરવાની પરવાનગી આપે છે. તેના માટે તમારે વાર્ષિક 175 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ ચુકવવાનો રહેશે.

ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

એસબીઆઇ ગોલ્ડ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ સાથે તમને પ્રતિ દિવસ 50 હજાર રૂપિયાની રકમ એટીએમમાંથી વિડ્રો કરવાનો વિકલ્પ મળે છે. આ સાથે જ એસબીઆઇ રિવૉર્ડઝ સહિત અન્ય સેવાઓ પણ આ કાર્ડ સાથે મળે છે. તેના માટે તમારે મેન્ટેનન્સ તરીકે 175 રૂપિયા અને જીએસટી ચુકવવાનો રહેશે.

બેન્ક આ ઉપરાંત અન્ય અનેક પ્રકારના કાર્ડ્ઝ બહાર પાડે છે. આ કાર્ડ્ઝની જાણકારી તમે એસબીઆઇની સત્તાવાર વેબસાઇટ પરથી લઇ શકો છો. જો તમારી પાસે આમાથી કોઇ એક કાર્ડ હશે તો આ વિડ્રોઅલની લિમિટ ઘટાડવાની અસર તમારા પર નહિવત થશે.

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!