GSTV

SBIમાં 3850 પદો પડ્યાં છે ખાલી, સેલરી પણ મળશે સારી: જાણો કેવી રીતે કરશો અપ્લાય

Last Updated on July 28, 2020 by Karan

SBI CBO Recruitment 2020: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ સર્કલ બેસ્ડ ઓફિસર (SBO)ના પદ પર બંપર ભરતી બહાર પાડી છે. વિભિન્ન કેડરમાં કુલ 3850 વેકેન્સી છે. આ પદો  માટે www.sbi.co.in પર જઇને અથવા તો નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને 16 ઓગસ્ટ 2020 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. કુલ પદોમાંથી ગુજરાતમાં 750, કર્ણાટકમાં 750, મધ્ય પ્રદેશમાં 296, છત્તીસગઢમાં 104, તમિલનાડુમાં 550, તેલંગાણામાં 550, રાજસ્થાનમાં 300, મહારાષ્ટ્ર (મુંબઇ સિવાય)માં 517 અને ગોવામાં 33 વેકેન્સી છે.

વેબસાઇટ: sbi.co.in

પોસ્ટ નામ: સર્કલ બેસ્ટ ઓફિસર (સીબીઓ)

પોસ્ટ્સની સંખ્યા: 3850

પગાર ધોરણ: મહિને 23,700 રૂપિયા

યોગ્યતા

કોઇપણ વિષયમાં ગ્રેજ્યુએટ યુવા આ પદો પર અરજી કરી શકે છે.

સ્થાનિક ભાષા

ઉમેદવાર જે સ્ટેટ માટે અરજી કરી રહ્યો છે, સુનિશ્વિત કરે તે તેણે ધોરણ-10 અથવા 12માં ત્યાની સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય.

અનુભવ

ઉમેદવાર પાસે કોઇપણ કમર્શિયલ બેન્ક અથવા રીજનલ રૂરલ બેન્કમાં ઓફિસર તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

વય મર્યાદા

30 વર્ષ. ગણતરી 1 ઓગસ્ટથી થશે. એટલે કે ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1990 પહેલા ન થયો હોવો જોઇએ. મહત્તમ વય મર્યાદામાં એસસી એસટી વર્ગને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષની છૂટ મળશે.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન એપ્લિકેશન શરૂ થવાની તારીખ: 27 જુલાઈ 2020

ઓનલાઇન એપ્લિકેશનની અંતિમ તારીખ: 16 ઓગસ્ટ 2020

એપ્લિકેશન ફી જમા કરવાની અંતિમ તારીખ: 16 ઓગસ્ટ 2020

સિલેક્શન

પહેલા ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવામાં આવશે. શોર્ટલિસ્ટ કરવા માટે બેન્ક લેખિત પરીક્ષા કરાવી શકે છે. 

અરજી માટેની ફી

જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ-750

એસસી, એસટી, પીડબલ્યૂ- કોઇ ફી નથી.

Read Also

Related posts

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!