GSTV

આને કહેવાય મોકો! સસ્તામાં ખરીદો ઘર,દુકાન અને પ્લોટ્સ, SBI લાવી રહી છે આ જોરદાર સ્કીમ

sbi

જો તમે આવનારા સમયમાં સસ્તામાં ઘર, દુકાન અથવા પ્લૉટ્સ ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો યોગ્ય સમય આવી ગયો છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) તમારા માટે સસ્તામાં ઘર, દુકાન, અને પ્લોટ્સ ખરીદાવાની તક લઇને આવી છે. બેન્ક ટૂંક સમયમાં પોતાની પાસે રહેલી પ્રોપર્ટીઝની હરાજી કરવા જઇ રહી છે. અહીં જાણો તમે આ તકનો લાભ કેવી રીતે લઇ શકો છો….

કુર્ક કરવામાં આવેલી પ્રોપર્ટીની થશે હરાજી

SBI

SBI 30 સપ્ટેમ્બરે મેગા ઇ-ઓક્શન કરવા જઇ રહી છે. આ ઓક્શનમાં 1000થી વધુ પ્રોપર્ટીઝને હરાજી માટે મુકવામાં આવશે. તેમાં ઓપન પ્લોટ, રેઝિડેંશિયલ, ઇંડસ્ટ્રિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી સામેલ છે. આ તે લોકોની ગિરવે પડેલી સંપત્તિઓ છે, જે બેન્કની લોન ચુકવવામાં નિષ્ફળ રહ્યાં છે. હવે SBIએ પોતાની બાકી રકમ વસૂલવા માટે આ પ્રોપર્ટીઝની હરાજી કરશે. આ બાબત બેન્કે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપી છે.

SBIની વેબસાઇટ પર રહેલી ડિટેલ્સ અનુસાર, બેન્ક ગિરવે/કોર્ટના આદેશથી કુર્ક કરવામાં આવેલી અચલ સંપત્તિઓની હરાજી કરશે. હરાજીમાં એકદમ પારદર્શકતાથી કામ કરવામાં આવે છે. બેન્ક તે તમામ સંબંધિત ડિટેલ્સને સામે રાખે છે, જે પ્રોપર્ટીને બિડર્સ માટે આકર્ષક બનાવે. બેન્કે તેમ પણ કહ્યું કે તે સંપત્તિના ફ્રીહોલ્ડ અથવા લીઝહોલ્ડ થવા, તેનુ માપ, સ્થાન વગેરે સહિત અન્ય જાણકારીઓ પણ હરાજી માટે જીર સાર્વજનિક નોટિસમાં આપે છે.

અહીં કરો સંપર્ક

SBI

હરાજી સાથે સંબંધિત જાણકારી માટે તમે SBIની કોઇપણ નજીકની શાખામાં સંપર્ક સાધી શકો છો. તેના માટે SBI તરફથી ત્યાં કોન્ટેક્ટ પર્સન ઉપલબ્ધ રહેશે. ઇ-હરાજીમાં પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિની પ્રક્રિયા અને સંબંધિત પ્રોપર્ટી વિશે કોઇપણ પ્રકારની જાણકારી મેળવી શકે છે. સાથે જ પ્રોપર્ટીનું નિરિક્ષણ પણ કરી શકે છે.

Read Also

Related posts

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari

લૂડો ફિલ્મમાં અભિષેક બચ્ચન આ લૂકમાં જોવા મળશે, એક્ટરે દેખાડી ઝલક

Mansi Patel

ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને નથી કોઈ રસ, APMCમાં ખેડૂતો ન આવતા અધિકારીઓ રાહ જોઈ બેસી રહ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!